200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ જેક્લિનને આરોપી બનાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ed-made-jacqueline-an-accused-in-the-sukesh-chandrasekhars-200-crore-money-laundering-case/" left="-10"]

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ જેક્લિનને આરોપી બનાવી


મુંબઈ તા. 17 ઓગષ્ટ 2022,બુધવારએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 200 કરોડથી વધુના સુકેશચંદ્ર શેખર મની લોન્ડરિંગ કેસમાં બોલીવુડ અભિનેત્રી  જેક્લિન ફર્નાન્ડીઝને આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. ઈડીએ આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરી દીધી છે અને તેમાં આરોપી તરીકે એક નામ જેક્લિનનું પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેક્લિનની  તત્કાળ ધરપકડ થવાની શક્યતા નથી કારણકે હજુ  ઇડીએ આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની બાકી છે. એ પછી કોર્ટ ચાર્જશીટને માન્ય કરશે. જોકે,  હવે જેક્લિન ભારત છોડીને વિદેશ નહીં જઈ શકે એ નક્કી છે.આ કેસમાં ભૂતકાળમાં જેક્લિનની અનેક વખત પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીનો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે ઠગાઈ તથા ખંડણીના કેસમાં જે  રૂપિયા એકત્ર કર્યા હતા તેમાંથી જ તેણે  જેક્લિનને  કરોડો રૂપિયાની ભેટ સોગાદ આપી હતી.અગાઉ ઈડી દ્વારા જેક્લિનની સાત કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી છે આ ઉપરાંત અગાઉ તેને મુંબઈ એરપોર્ટથી વિદેશ જતા પણ અટકાવવામાં આવી હતી.વધુ વાંચો : સુકેશ સંબંધિત કેસમાં EDની કડક કાર્યવાહી : અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]