એમનેસ્ટી ઈન્ડિયાના પૂર્વ સીઈઓને ઈડીની ૬૧ કરોડની નોટિસ
ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના એક નિવેદનમાં કહેવાયું હતું કે બ્રિટનમાં હેડક્વાર્ટર ધરાવતા એમનેસ્ટી ઈન્ડિયામાં ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન ગેરકાયદે ફંડિંગ આવ્યું હતું. એ મુદ્દે ઈડીએ એમનેસ્ટી અને સંસ્થાના પૂર્વ સીઈઓ આકાર પટેલને ૬૧ કરોડ રૃપિયાની નોટિસ ફટકારી છે.ઈડીના અધિકારીઓએ એમનેસ્ટી ઈન્ટરનેશનલની ભારતમાં કાર્યરત સંસ્થાને ૬૧ કરોડ રૃપિયાની નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અંતર્ગત કરવામાં આવી છે. ૫૧ કરોડ રૃપિયાની નોટિસ એમનેસ્ટીને ફટકારવામાં આવી છે ને ૧૦ કરોડની નોટિસ એમનેસ્ટીના પૂર્વ સીઈઓ આકાર પટેલને અપાઈ છે. ફેમાનું ઉલ્લંઘન થયું હોવાથી પેનલ્ટીની આ કાર્યવાહી થઈ હોવાનું ઈડીના નિવેદનમાં કહેવાયું હતું.કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીના નિવેદન પ્રમાણે એમનેસ્ટી સામે આર્થિક ગરબડોની ફરિયાદ મળી હતી. ભારતમાં એનજીઓની ગતિવિધિના વિસ્તાર માટે જે ભંડોળ આવતું હતું એમાં કાયદાનું પાલન થતું ન હતું. ગૃહ મંત્રાલયે એમનેસ્ટી સહિતના સંગઠનોને વિદેશી ફંડ મેળવવા ગેરલાયક ઠેરવ્યા પછી પણ ફંડિંગ આવવાનું ચાલુ રહ્યું હતું. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સંગઠનને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.