ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટર ને આવેદન આપવા જતા મોવી પાસે પોલીસે અટકાવતા મામલો ગરમાયો, ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ વાળુ આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા ત્યારે મોવી ચોકડી ખાતે રોકતાં મામલો ગરમાયો, નર્મદા જિલ્લાના અઘિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદીવાસીઓની ગ્રાન્ટ લાગતી વળગતી એજન્સીઓને ફાળવી દે છે : ચૈતર વસાવાનો આક્ષેપ - At This Time

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટર ને આવેદન આપવા જતા મોવી પાસે પોલીસે અટકાવતા મામલો ગરમાયો, ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ વાળુ આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા ત્યારે મોવી ચોકડી ખાતે રોકતાં મામલો ગરમાયો, નર્મદા જિલ્લાના અઘિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદીવાસીઓની ગ્રાન્ટ લાગતી વળગતી એજન્સીઓને ફાળવી દે છે : ચૈતર વસાવાનો આક્ષેપ


રાજપીપળા : નર્મદા જિલ્લામાં લાંબા સમયથી સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે અવાર નવાર સામ સામે સંઘર્ષ થાય છે અને આ રાજકીય તાયફો હજુ પણ ચાલુ જ છે જેમાં બે દિવસ પહેલાં ડેડીયાપાડા પંચાયત ખાતે મસુખભાઈ અને ચૈતરભાઈ વચ્ચે ઘર્ષણ થયું અને એક બીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ આજરોજ ચૈતર વસાવા નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપવા રાજપીપળા આવવાના હોવાથી નર્મદા પોલીસે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો જેમાં કલેકટર કચેરી થી વડીયા જકાતનાકા સહિત તેમના આવવાના માર્ગ ઉપર પોલીસ તૈનાત હતી અને ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે આવતા હતા ત્યારે મોવી ચોકડી પાસે તેમને પોલીસે અટકાવ્યા હતા, ત્યારે તેઓ પોતાના સમર્થકો સાથે રસ્તા ઉપર બેસી ગયા હતા. ચૈતર વસાવા તેમના આમ આદમી પાર્ટીના સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ વાળુ આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા ત્યારે મોવી ચોકડી ખાતે રોકતાં મામલો ગરમાયો હતો.
ચૈતર વસાવા એ આક્ષેપ કર્યો છે કે નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે, જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહિ કરવામાં આવે તો જન આંદોલન થશે તેવી ચીમકી પણ ચૈતર વસાવા એ ઉચ્ચારી હતી.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.