ભરૂચ જિલ્લાની ૫ વિધાનસભાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું - At This Time

ભરૂચ જિલ્લાની ૫ વિધાનસભાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું


ભરૂચ જિલ્લાની ૫ વિધાનસભાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત પોલીસ જવાનોએ વોટિંગ કેમ્પમાં મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી.

ભરૂચ:ગુરૂવારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજે. ૨૪ નવેમ્બરના રોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિસ્ટ ભરૂચ ડિવીઝન માટે તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર્સ ખાતે, અંકલેશ્વર ડિવીઝન માટે માં શારદા ભવન ટાઉન હોલ, જીનવાલા કંપાઉન્ડમાં ખાતે તથા જંબુસર ડીવીઝન માટે પ્રાંત કચેરીનો સમાવેશ થાય છે. વધુમાં, પોલીસ તાલીમ ભવન, પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,બપોરના ૨ કલાક સુધીમાં ૬૭૦ પોલીસકર્મીઓ, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોએ પોલીસ તાલીમ ભવન ખાતે પોતાનો કિમતી મત પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો હતો.જ્યારે અંકલેશ્વર ડિવીઝન માં શારદા ભવન ટાઉન હોલ, જીનવાલા કંપાઉન્ડમાં ૪૮૦ જેટલા પોલીસકર્મી તથા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.જયારે જંબુસર ડીવીઝનની પ્રાંત કચેરી ખાતે ૩૪૫ જેટલા પોલીસકર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.

મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ ભરૂચડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.