જસદણના જીલેશ્વર પાર્કની તાત્કાલિક મરામત કરો: જયેશ કલ્યાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના રજવાડાં સમયનો જીલેશ્વર પાર્કની દિવસે દિવસે હાલત ખરાબ થઈ રહી છે ત્યારે જસદણ નગરપાલિકાના વહીવટદારોના પેટનું પાણી હલતું ન હોવાનો આક્ષેપ જસદણના સામાજિક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણી એ કર્યોં છે તેમણે જણાવ્યું હતું કે વિકાસના બણગાં વચ્ચે જસદણ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફીસરનાં રાજમાં જસદણ શહેરનું એક માત્ર ફરવાનું સ્થળ જીલેશ્વર પાર્ક બગડીને બેહાલ થઇ ગયું છે નાગરિકો આ પાર્કમા લગભગ આવતાં જ બંધ થઈ ગયા છે કારણ કે આ પાર્કમાં હીંચકા લપસીયા ચકરડી જેવાં અનેક બાળકોના સાધનો તૂટી ગયા છે આ તો ઠીક બેસવાના બાંકડાનો કોઈ અતોપતો નથી બાળકને રમવાનાં જે સાધનો છે તે જમીન પણ સમથળ નથી આ જમીન પર ચાલો તો પડી જવાય એવી ઉબડખાબડ છે જસદણ રાજ પરિવારના સ્વ જીલુબાપુ ની યાદમાં આ પાર્ક રજવાડાં સમયમાં બનાવ્યો હતો પણ હાલના વહીવટદાર ના શાસનએ પાર્કની આવરદા પૂરી કરી નાખી છે જયેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે જસદણ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધતાં જાય છે પણ જસદણની પ્રજાની કમનશીબી એ છે કે એક પણ ફરવાલાયક સ્થળ નથી શહેરોમાં સાર્વજનિક પ્લોટમાં પણ બગીચા ખીલ્યાં હોય છે પણ જસદણમાં સાર્વજનિક પ્લોટ પણ ગુમ થઈ ગયા છે આ વિષય કલેકટરની તપાસનો બન્યો છે જસદણ શહેરની એક એક ગલીમાં બબ્બે નેતા અને નેતીઓ વસવાટ કરે છે પણ ફરવાનાં એક માત્ર જીલેશ્વર પાર્કની હાલત અંગે બધાં ચૂપ થઈ ગયા છે ત્યારે હાલ આ જીલેશ્વર પાર્કનું નવસર્જન કરવું જોઈએ એવી જયેશ હિંમતલાલ કલ્યાણીએ માંગ ઉઠાવી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.