અરવલ્લી જિલ્લાની આંગણવાડીના બાળકો અને પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે સહભાગીતા માં વધારો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ecmbxjpkizxor5c2/" left="-10"]

અરવલ્લી જિલ્લાની આંગણવાડીના બાળકો અને પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે સહભાગીતા માં વધારો.


અરવલ્લી જિલ્લાની શાળાના કમ્પાઉન્ડમાં ચાલતા આંગણવાડી કેન્દ્ર ની પ્રાથમિક શાળાના પ્રજ્ઞા ક્લાસીસની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.
આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકો અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે ભાગીદારી વિકસાવવાના આયોજન તેમજ આંગણવાડીના બાળકોની શાળાના બાળકો સાથેની સહભાગીતા અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે હેતુસર શાળાકીય શિક્ષણની પૂર્વ તૈયારી માટે આંગણવાડીના બાળકોને પ્રાથમિક શાળામાં ચાલતા પ્રજ્ઞા ક્લાસની મુલાકાતે લઈ જવામાં આવ્યા. આંગણવાડીના બાળકો એ પ્રાથમિક શાળાના બાળકો સાથે જુદી જુદી રમત રમી, બાળગીતો ગાયા, અભિનય ગીતો કર્યા અને બાળવાર્તા જેવી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

આંગણવાડી કેન્દ્રના 4 થી 6 વર્ષ સુધીના બાળકોને પ્રાથમિક શાળાના ધોરણ -૧,૨ ના પ્રજ્ઞાવર્ગની મુલાકાતે લઇ જતાં સૌ પ્રથમ પ્રજ્ઞાવર્ગમાં લટકાવેલ પોર્ટફોલિયો બતાવી બાળકોને ભારવગરના ભણતરનો અહેસાસ થયો. તેમજ બાળકોને વિવિધ પ્રકારના કાર્ડ જેમ કે પ્રાણી ,પક્ષીઓ ફળ ,ફૂલ વગેરે ના કાર્ડ બતાવી કાર્ડમાં દોરેલ ચિત્રો દ્વારા સમજ કેળવી . તેમજ પોતાની ઉંમરના બાળકો સાથે હોવાથી બાળકોને ડર દૂર થયો. તેમજ બીજા બાળકો સાથે પ્રવુતિ કરતા પ્રવૃતિશીલ બનતા બાળકોમાં ઉત્સાહ જોવા મળેલ .શાળાના બાળકો સાથે અભિનયગીત ,બાળવાર્તા તેમજ જોડકણાં જેવી પ્રવુતિ કરતા બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]