હળવદના કોયબા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી ૫૫ વર્ષીય પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું
હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા મૂળ છટાઉદેપુર જીલ્લાના માકની ગામના રહેવાસી એવા ૫૫ વર્ષીય અર્જુન ભાઇ બીજલભાઇ તડવી નામના પ્રૌઢ ગઈકાલ તા.૧૭/૧૦ના રાત્રીના ૮.૩૦ વાગ્યા પહેલા કોઈપણ સનાય કોઈ કારણોસર કોયબા ગામના તળાવના અંગોરમાં ડૂબી ગયા હતા, જેથી તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેથી તેમની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે બનાવ અંગેની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
