ગઢડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આગેવાનો સાથે બેઠક રાત્રી સભા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ecdttcw57n2racq7/" left="-10"]

ગઢડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા આગેવાનો સાથે બેઠક રાત્રી સભા યોજાઈ


*મુળી તાલુકાનાં ગામોનાં આગેવાનો સાથે ગઢડામાં રાત્રી સભા આપ ની યોજાઈ*

*આપ નાં કિશાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઇ કરપડા ની ઉપસ્થિતિ*

મુળી તાલુકાનાં ગઢડા ગામે તાલુકાનાં ગામોમાં થી આગેવાનો સાથે બેઠક આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી જેમાં ચાલીસ ગામોમાં થી આગેવાનો એ હાજરી આપી હતી આમ આદમી પાર્ટી દ્વારા કીશાનો વંચિતો માટે ની કામ કરવા ની આપ ની નેમ છે અને આ તકે અનેક યુવાનો આપ માં જોડાયા હતા મુળી તાલુકાનાં ગામોમાં આપ ને સારો પ્રતિસાદ મળતાં હાલ દિલ્હી થી આવેલ આગેવાનો ગામડાં માં જનસંપર્ક કરી રહ્યા છે ચોટીલા-૬૩ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી સક્રિય રીતે પ્રચાર કાર્ય શરૂ કરી દિધેલ છે
*"આપ" નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં મૂળી તાલુકા ના ગઢડા ગામે 40 ગામ ના મુખ્ય આગેવાનો સાથે મીટીંગ યોજાઈ. આગેવાનો નો ઉત્સાહ જ બતાવે છે ને "આમ આદમી પાર્ટી' ની લહેર આવી રહી છે.*

*આ તકે અનેક જોશીલા યુવાનો અને સામાજિક આગેવાનો એ ઈમાનદાર 'આમ આદમી પાર્ટી" નો ખેસ ધારણ કર્યો હતો.*

*કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ હિતેશ ભાઈ નયકપરા, સંગઠન મંત્રી મહાવીર સિંહ, મૌર્ય સાહેબ, વિશાલ ભાઈ, મહેન્દ્રસિંહ પરમાર, અજીત સિંહ પરમાર, જાગૃતિ બા રાઠોડ, ગાયત્રી બા, સંગીતા બેન મહેતા, તાલુકા સંગઠન મંત્રી કિશોર ભાઈ સોરમિયા, કિસાન સેલ જિલ્લા પ્રમુખ અશોકભાઈ મકવાણા, જયરજભાઈ ગોસ્વામી, મુન્ના ભાઈ મકવાણા, ગગજીભાઈ સોલંકી સહિત મોટી સંખ્યા માં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.*

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]