સૈન્યની અગ્નિપથ સ્કીમ સામે દેશભરમાં વિરોધનો ભડકો - At This Time

સૈન્યની અગ્નિપથ સ્કીમ સામે દેશભરમાં વિરોધનો ભડકો


સેનામાં ભરતી માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજના સામે દેશભરમાં અનેક રાજયોમાં યુવાનોમાં વિરોધની અગ્નિ ભડકી છે. બિહારના કૈમુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોએ આગ લગાડી દીધી હતી. બિહાર સહિત ઉતરપ્રદેશ, રાજસ્થાન, ગુરુગ્રામ, દિલ્હી સહિતના સ્થળે જોરદાર વિરોધ પ્રદર્શન છાત્રો દ્વારા થયા હતા. મોટાભાગે છાત્રોની અગ્નિપથ સ્કીમમાં 4 વર્ષની સેવા સામે વિરોધ હતો.

તેમનું કહેવું હતું કે 4 વર્ષ બાદ કયાં જવું, છાત્રોએ સૂત્રોચ્ચારમાં ભરતીની જૂની પદ્ધતિ દાખલ કરવાની માંગ કરી હતી. ગુસ્સે ભરાયેલા છાત્રોએ કેન્દ્ર સરકાર સામે નારા લગાવ્યા હતા કે અર્થી દો યા વર્દી દો... બિહારના કેમુરમાં ટ્રેનમાં આગ લગાવાઈ: અગ્નિપથ સ્કીમ સામે છાત્રોનો આક્રોશ એટલી હદે ભડકી ગયો છે કે આજે સતત બીજા દિવસે યુવાનોએ કેમુરમાં એક ટ્રેનમાં આગ લગાડી દીધી હતી. અલબત, આ દરમિયાન પોલીસ સતર્ક બની હતી. બાદમાં આગ બુઝાવાઈ હતી, જો આગ સમયસર ન બુઝાવાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી.

આ ઉપરાંત બિહારના જહાનાબાદમાં એનએચ-83 હાઈવે પર છાત્રોએ આગજની કરી વિરોધ કર્યો હતો. જેના કારણે હાઈવે પર ચકકાજામ છવાઈ ગયો હતો. બિહારના મુંગેરમાં પણ દેખાવકારોએ આગજની કરી હતી. સરહસામાં દેખાવકારો રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. જેથી બે ટ્રેનો આગળ ન જઈ શકતા યાત્રીઓ પરેશાન થયા હતા. ઉતરપ્રદેશના ગોરખપુરમાં ચકકાજામ: ઉતરપ્રદેશના અનેક શહેરોમાં અગ્નિપથ સ્કીમ સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. સહજનવામાં ચકકાજામ કર્યો હતો. મથુરામાં છાત્રોએ કલકટ્રેટમાં પ્રદર્શન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon