કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે નિર્મિત વડનગર રમત સંકુલનું લોકાર્પણ કર્યુ
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહરૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે નિર્મિત વડનગર રમત સંકુલનું લોકાર્પણ કર્યુ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા મહેસાણા ,૧૬ જાન્યુઆરી ૨૦૨૫ , ગુરુવાર
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના વડનગર રમત સંકુલનું લોકાર્પણ આજ રોજ કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગૃહમંત્રીશ્રીએ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમા તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું.. રમત સંકુલમાં રૂ.૯.૨૫ કરોડના ખર્ચે બનેલ મેદાનમાં આઉટડોર રમત ના ૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ ગ્રાઉન્ડ, એસ્ટ્રોટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કર્યું હતું......રૂ.૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોરમાં ઇન્ડોર રમતો, ખો-ખો, જુડો જેવી રમતો માટેના મેદાન અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
