મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં ભૂકંપ:5.3ની તીવ્રતા; જમીનથી 40 કિમી નીચે હતું કેન્દ્ર, 15 સેકન્ડ સુધી ધરા ધ્રુજી
બુધવારે સવારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણાં ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. સવારે 7.27 કલાકે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 40 કિલોમીટર નીચે હતું. ભૂકંપ 15 થી 20 સેકન્ડ સુધી ચાલ્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. મહારાષ્ટ્રના નાગપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી અને છત્તીસગઢના બીજાપુર, સુકમા અને દંતેવાડામાં આંચકા અનુભવાયા હતા. આ સિવાય તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુલુગ, હૈદરાબાદ, રંગારેડ્ડી, ભદ્રાદ્રી કોઠાગુડેમ, ખમ્મમ અને કૃષ્ણા જિલ્લામાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપના કારણે ઘરોની દીવાલો પર તિરાડો પડી ગઈ હતી. લોકો ઘરની બહાર આવીને ખુલ્લા મેદાનોમાં પહોંચ્યા હતા. ભૂકંપ સંબંધિત 6 તસવીરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.