ઉપલેટા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારની બાઈક રેલીમાં જંગી જન સમર્થન જોવા મળ્યું: મતદારો ખુલ્લા સમર્થનમાં આવ્યા
વોર્ડ નંબર ૦૩ ના અપક્ષ ઉમેદવાર ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાને સ્વયંભૂ સમર્થન કરવા લોકો જોડાયા
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૫ માં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સૌથી વધુ ચર્ચામાં આવેલ ઉમેદવારની ચર્ચા રાજકોટ અને દિલ્હી સુધી પહોંચી છે તેવા અપક્ષ ઉમેદવાર ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાના પ્રચારના સમર્થનમાં અંતિમ દિવસે યોજાયેલ બાઈક રેલીમાં સમર્થન કરવા અને શક્તિ પ્રદર્શન કરવા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અપક્ષ ઉમેદવારને ઉપલેટાના ઈતિહાસમાં સૌથી વધુ મતથી અને લીડથી જીતાડવા માટે મતદારોને મતદાન કરવા અને વિજય બનાવવા ઉપલેટાના વોર્ડ ત્રણમાં વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી.
ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા ૪૦ વર્ષથી સેવા આપનાર રણુભા નવલસંગ જાડેજાના પુત્રને ભાજપના જ આગેવાનોએ યેનકેન પ્રકારે ટિકિટ કપાવીને ચૂંટણી ન લડે અને પોતાનું વર્ચસ્વ ગુમાવે તેવા હેતુસર ટિકિટ કપાવી હતી જો કે ટિકિટ કપાવવામાં જેમનો હાથ છે તેવા તમામનું હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘરે જવાનું નક્કી પણ થઈ ચૂક્યું છે જો કે હાલ ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપ પણ આવા પાર્ટીને બદનામ કરનારાઓ અને ષડયંત્ર આચરનારા તમામને ધ્યાનમાં લીધા છે અને હાલ તેમના કંઈપણ નહીં કહે અને જેવી ચૂંટણીઓ અને પરિણામો પૂર્ણ થયા બાદ ભ્રષ્ટાચાર કરનાર, પાર્ટીને બદનામ કરનાર, કારસ્તાન આચરનારા અને પોતાની ખોટી વાહ વાહ કરાવનાર તમામને ઘર સુધી મૂકી જશે અને ઘરે બેસાડી દેશે.
ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણમાં સૌથી વધુ લોક ચાહના અને લોકપ્રિયતા ધરાવનાર જાડેજા પરીવારમાંથી આવતા ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાને લોકો અને મતદારો પણ સ્વયંભૂ સમર્થન કરી તેમને ઉપલેટાના ઇતિહાસમાં સૌથી વધુ મત આપીને સૌથી વધુ લીડથી જીતાડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે લોકશાહી કોને કહેવાય અને લોક ચાહના કેવી હોય તે વોર્ડ નંબર ત્રણના મતદારો રવિવારે તારીખ ૧૬ ના રોજ મતદાન કરી અવગણના કરનારને થપ્પડ મારી લોકશાહી અને લોકશાહનાનો દાખલો બેસાડશે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે
