સુરેન્દ્રનગરનાં મુળી તાલુકાનાં ભેટ ગામે ચાલતી ગેરકાદેસર કાર્બોસેલની ખાણમાં ત્રણના મજૂરોના મોત. - At This Time

સુરેન્દ્રનગરનાં મુળી તાલુકાનાં ભેટ ગામે ચાલતી ગેરકાદેસર કાર્બોસેલની ખાણમાં ત્રણના મજૂરોના મોત.


કાર્બોસેલ ની ખાણ ભાજપના નેતાની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું....મુળી પોલીસ મથકે મુળી તાલુકા પંચાયત ચેરમેન કલ્પેશ પરમાર સહિત ચાર લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો.....

મુળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યના પતિ સહિત ચાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મુળી તાલુકાનાં ભેટ ગામે કોલસાની ગેરકાયદેસર ખાણ માં ૩ મજુર ના મોત થયા છે ગ‌ઈકાલે રાત્રે જેમાં સ્થાનિક મજુર હતા જેમાં થાનગઢ તાલુકાના ઉંડવી ગામના બે મજુર અને મુળી તાલુકાનાં સાંગધ્રા ગામનો એક મજુર છે
આ કોલસાની ગેરકાયદેસર ખાણ જિલ્લા પંચાયત સરા સીટ ના સદસ્ય ના પતિ અને મુળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ની છે આ જ લોકો ની ખાણમાં ગત જાન્યુઆરી માં પણ ચાર મજુરો ના મોત થયેલા તે પોલીસ કેસ પણ થયેલ છે એ કોલસાની ગેરકાયદેસર ખાણ મુળી ના ખંપાળીયા ગામે બનાવ બનેલો આજે એ જ લોકો ની મુળી ના ભેટ ગામે બનાવ બનેલો છે.

રીપોર્ટર,જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.