ગુજરાત હાઈકોર્ટે ના ઓડિટોરિયમ ખાતે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની વેબ સાઇટ તેમજ મોબાઈલ એપ્લિકેશન નું નિર્માણ કરવામાં આવ્યું - At This Time

ગુજરાત હાઈકોર્ટે ના ઓડિટોરિયમ ખાતે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની વેબ સાઇટ તેમજ મોબાઈલ એપ્લિકેશન નું નિર્માણ કરવામાં આવ્યું


ગુજરાત હાઇકોર્ટ ના ઓડિટોરિયમ અમદાવાદ મુકામે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબ તથા ગુજરાત સરકારના કાયદા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી જે. જે. પટેલ તથા સમગ્ર ગુજરાત ના જિલ્લા તથા તાલુકા વકીલ મંડળ ના હોદ્દેદારો તથા બે હજાર ઉપરાંત વકીલો ની હાજરી માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન નું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી પી. ડી. પટેલ દ્વારા ગુજરાત સરકારના કાયદા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાયદા મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે વકીલ મિત્રોની નોટરી તરીકે પસંદગી થઇ છે એવા મિત્રોને થોડા સમયમાં નોટરી તરીકેના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે.

આ કાર્યક્રમ ગુજરાત માં અલગ અલગ જીલ્લાઓ માંથી આવ્યા હતા જેમાં વલસાડ થી શ્રી મનીષભાઈ રાણા. રાકેશભાઈ પટેલ વાપી થી સતિષભાઈ પટેલ , અલ્પેશભાઈ પટેલ ઉમરગામ થી કૌશિકભાઈ સાલિયા ,વિશ્વકર્મા તથા ચીન્ટુભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.નવસારી થી પ્રમુખશ્રી નેવીલભાઈ પટેલ , અજયભાઇ ટેઈલર , હરીશભાઈ સાવલિયા તથા બળવંતભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.લોન્ચિંગ કરવામાં આવેલ બાર કાઉન્સિલ ની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન ગુજરાતના વકીલો ને ખુબજ ઉપયોગી થશે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.