ગઈ કાલે બુદ્ધ ગુરુપૂર્ણિમા ના દિવસે વેદ માતા ગાયત્રી યજ્ઞ કરવા માં આવ્યો
તા:-૨૪/૦૫/૨૦૨૪
અમદાવાદ
મનોદિવયાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ(અખબાર નગર સર્કલ નજીક,નવાવાડજ વિસ્તાર) દ્વારા મનોદિવયાંગ બાળકોના કૌશલ્ય વર્ધન તથા સ્વસ્થ આરોગ્યમય જીવનની સદાય પ્રાપ્તિના સદભાવથી તા.૨૩-૫-૨૦૨૪ ગુરુવાર સવારે ૧૦-૦૦ વાગે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા અખિલ વિશ્વ ગાયત્રીપરિવારશાંતિકુંજહરિદ્વારના ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન અંતર્ગત સમર્થ એવં શક્તિશાળી રાષ્ટ્ર હેતુ તેમજ મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ હેતુ ગાયત્રીયજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતું જેમાં બધાજ મનોદિવયાગ બાળકો,સ્ટાફ,આમંત્રિતોએ પુજા,અર્ચના,આહુતિ,આરતી, પ્રસાદનો લાભ ગાયત્રી યજ્ઞ દ્વારા લીધો હતો આવા ધાર્મિક,સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રવૃતિ મનોદિવયાંગ બાળકોના બૌધિક,સામાજીક વિકાસના જ્ઞાનમાં મદદરૂપ થઈ શકે છે યજ્ઞની પૂર્ણાહુતિ
પછી બધા જ મનોદિવયાગ બાળકોને રસ પુરી,શાક,ફરસાણ ને પાપડનુ સરસ ભોજન કરાવવામાં આવ્યુ હતું જેને લઈ બધા જ મનોદિવયાંગ બાળકો ખુબ જ ખુશ પ્રોત્સાહિત થયા હતા આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન સંચાલક ચંદ્રસિંંહ ચૌહાણે ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોના સહયોગ દ્વારા
કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.