બિન સચિવાલય કારકુનોને સમાન વેતન પગાર ધોરણ સુધારવાની માંગ સાથે જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર
બિનસચિવાલય કારકુન વર્ગ ૩ના કર્મચારીઓ દ્વારા સમાન વેતન તેમજ પગાર ધોરણ સુધારા બાબતે માગણી કરતી રજુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી હતી પરંતુ હજી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આ મામલે મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે બિનસચિવાલય કારકુનો દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
બિન સચિવાલય કારકુનોએ કરેલી રજુઆતમાં જણાવાયું હતું કે એક જ ભરતી એક જ પરીક્ષા એક જ તાલીમ અને કામગીરી પણ એક જ હોવા છતાં અમોને પ્રથમ બઢતી ૨૪૦૦ ગ્રેડ પેમાં આપવામાં આવે છે જ્યારે અમારી સાથે ભરતી થયેલા મહેસુલ વિભાગના અને સચિવાલયના ક્લાર્કને પ્રથમ બઢતી ૪૪૦૦ ગ્રેડ પેમાં આપવામાં આવે છે. જે ખરેખર અન્યાય છે. રજુઆતમાં ઉમેર્યું હતું કે મહેસુલી ખાતાનો કર્મચારી જુનિયર કારકુન (૧૯૦૦ ગ્રેડ-પે)માંથી ભરતી થઈને અનુક્રમે નાયબ મામલતદાર (૪૪૦૦ ગ્રેડ પે) અને મામલતદાર વર્ગ- ૨ (૪૬૦૦ ગ્રેડ પે) થઈને નિવૃત્ત થાય છે જ્યારે સચિવાલયનો કર્મચારી જુનિયર કારકુન (૧૯૦૦ ગૃડે ) (હાલ ઓફિસ આસીસ્ટન્ટ)માંથી ભરતી થઈને ડેપ્યુટી સચિવમાં નિવૃત્ત થાય છે સામે આ બે ખાતા સિવાયના અન્ય ખાતાના કર્મચારીઓ જે એક જ ભરતી એક જ પરીક્ષા અને એક જ તાલીમ તેમજ કામગીરી પણ એક જ હોવા છતાં જુનિયર કારકુનમાં (૧૯૦૦ ગ્રેડ પે) ભરતી થઈને જુનિયર કારકુનમાં જ નહિ તો વધીને સિનિયર કારકુન/હિસાબનીશ (૨૪૦૦ ગ્રેડ પે)માં નિવૃત્ત થઈ જાય છે.અમારી માંગણીઓ સંતોષવામાં આવે તો સચિવાલય, મહેસુલ અને અન્ય તમામ ખાતામાં પગાર ધોરણમાં એકસૂત્રતા જળવાશે અને કર્મચારીઓમાં કામગીરીનો ઉત્સાહ જળવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.