ખાતેદાર ખેડૂતના વારસદારને વીમા સહાય ચુકવાઇ - At This Time

ખાતેદાર ખેડૂતના વારસદારને વીમા સહાય ચુકવાઇ


ખાતેદાર ખેડૂતના વારસદારને વીમા સહાય ચુકવાઇ

જામનગર માર્કેટ યાર્ડ દ્રારા જામનગર તાલુકાનાં તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમીયમ યાર્ડ દવારા ભરપાઈ કરવામાં આવેલ. જે અંતર્ગત જામનગર તાલુકાનાં અલગ અલગ ગામોનાં અકસ્માતે મૃત્યુ પામેલ ખાતેદાર ખેડૂતોનાં વારસદારો દવારા વીમા વળતરનો લાભ મેળવવા અરજી કરેલ; તે પૈકી વીમા કંપની દવારા મંજુર કરવામાં આવેલ વીમા કલેઈમ પૈકી રાજેશભાઈ લવજીભાઈ કણઝારીયા(બેડ) નાં વારસદાર ધવલભાઈ રાજેશભાઈ કણઝારીયાને રૂા. 2,50,000/- વસંતભાઈ ઘરમશીભાઈ કણઝારીયા (આમરા)નાં વારસદાર પુષ્પાબેન વસંતભાઈ કણઝારીયાને રૂા. 2,50,000/- હરસુખભાઈ ખીમજીભાઈ રંગાણી(સુર્યપરા) નાં વારસદાર રસીલાબેન હરસુખભાઈ રંગાણીને રૂા. 2,50,000/- ની રકમનાં ચેક અર્પણ કરવામાં આવેલ.

આ તકે માર્કેટ યાર્ડ - હાપા(જામનગર)નાં ચેરમેન મુકુંદભાઈ ખોડાભાઈ સભાયા, વાઈસ ચેરમેન હિરેનભાઈ વીજયભાઈ કોટેચા, ડીરેકટર અશ્વિભાઈ વીનોદભાઈ છૈયા, શ્રી પ્રઘુમનસીહ માલુભા જાડેજા, જયપાલસીહ પ્રવીણસીહ ઝાલા, શ્રી દયાળજીભાઈ મોહનભાઈ ભીમાણી, વીપુલ ચંદ્રેશભાઈ પટેલ, જમનભાઈ ડાયાભાઈ ભંડેરી, ચંદ્રેશભાઈ રામજીભાઈ સોજીત્રા, ઉમેદસંગ ભવાનસંગ જાડેજા, એડવોકેટ જીતેનભાઈ કરશનભાઈ પરમાર, વીરેશ મનસુખલાલ મહેતા, સંજય જગદીશભાઈ ભંડેરી, જયેશ રતીલાલ સાવલીયા તેમજ સેક્રેટરી હીતેષ પટેલ ઉપસ્થિત રહયા હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image