સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. મુરલી કિષ્ણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. મુરલી કિષ્ણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. મુરલી કિષ્ણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

*******
જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી તૈયારીઓ: દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવી - સચિવ શ્રી એસ. મુરલી કિષ્ણા
*******
સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. મુરલી કિષ્ણાની અધ્યક્ષતામાં આપતિ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહી કામગીરી અંગે પ્રભારી સચિવને જાણકારી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણે જિલ્લાની હાલની વરસાદની સ્થિતિની જાણકારી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ ૭૯% વરસાદ જ્યારે તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ૧૦૦% વરસાદ થયો છે.
આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લા વહિવટી તંત્રને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ સારી છે. કોઇ ગભરાવાની જરૂર નથી પરંતુ દરેક પરીસ્થિતિને પહોચીવળવાની તૈયારી રાખવા તેમજ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
તમામ તાલુકા કક્ષામાં ઉપલબ્ધ સાધન સામગ્રીની ખરાઈ કરી તેને રેડી ટુ યુઝ માટે તૈયાર રાખવાના છે. લો-લાઈન કોઝ-વે પર પાણી પસાર થતું હોય ત્યારે જરુરી બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. નદી અને નાળા તથા નીચાણ વાળા વિસ્તારમાં લોકો અવરજવર ન કરે તેની ખાતરી કરી જરુરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી કોઇ દુર્ઘટના બનવા ન પામે તેની તકેદારી રાખવાની રહેશે.
જિલ્લામાં સગર્ભા મહિલાઓને આઈડેન્ટીફાઈ કરી જરુર જણાય તેમને સલામત સ્થળે રાખવા તથા ઈમરજન્સી મેડીકલ સર્વિસ ઉપલબ્ધ થાય, સ્નેક બાઇટ માટે વેક્સિન ઉપલબ્ધ થાય તે જોવા ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારીશ્રી - કર્મચારીશ્રીઓએ જરુરી તમામ દવાના જથ્થા સાથે હાજર રહેવું તથા તે માટે જરુરી કાર્યવાહી થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે. પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે જરુરી વ્યવસ્થા કરવા બાબત. સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવી આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
પાણી ભરાવાની શક્યતાઓ હોય તેવા ગામ અને સ્થળોની મુલાકાત લેવા, ભયજનક મકાનો સહિતની બાબતોની યાદી તૈયાર કરી જરુરી કાર્યવાહી કરવામાં કરવા સુચન કર્યા હતા. એલર્ટ તથા હાઈ એલર્ટ પર રહેલ ડેમો અને નદીઓની સમીક્ષા કરવા તથા સાવચેતીના પગલા લેવા. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે રોડ બ્લોકની સમસ્યા ન ઉદ્ભવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ વિભાગના અધિકારીશ્રીને સોંપવામાં આવેલી કામગીરી સંકલનમાં રહી માનવીય અભિગમ અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે વરસાદ બંધ થાય ત્યારે ખાસ વહિવટી તંત્રએ સાવચેતી રાખી પાણી જન્ય રોગો, મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ વગેરે સુનિશ્ચિત થાય, પીવાના પાણીનું ક્લોરીનેશન થાય તે જરૂરી હોય તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી હેમાંગીનીબેન તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.