આજે - માઘી ચોથ - તિલકુંદ ચતુર્થી ડભોઇ ભારત ટોકીઝ પાસેનાં પૌરાણિક - ઐતિહાસિક ગણેશજી મંદિરે ગણેશ જયંતીની ઉજવણી - At This Time

આજે – માઘી ચોથ – તિલકુંદ ચતુર્થી ડભોઇ ભારત ટોકીઝ પાસેનાં પૌરાણિક – ઐતિહાસિક ગણેશજી મંદિરે ગણેશ જયંતીની ઉજવણી


રિપોર્ટ- નિમેષ સોની, ડભોઈ

મહા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીને તિલકુંદ ચોથ પણ કહે છે. આ દિવસે ગણેશજીને તલનાં લાડુનો નૈવેધ ધરાવવામાં આવે છે જેથી આ ચતુર્થીને તલકુટ ચોથ તરીકે પણ ઓળખવામાં ઋતુ છે. આ શુભ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. આ દિવસે ગણેશજીના જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.
આજરોજ આ શુભ દિવસે ડભોઇ - દર્ભાવતિ નગરીમાં નગર મધ્યે ભારત ટોકીઝ પાસે ખાતે આવેલ ઐતિહાસિક - પૌરાણિક અને જમણી સૂઢની મૂર્તિ ધરાવતાં ગણેશજીના મંદિરે ગણેશ ચતુર્થી અને ગણેશ જયંતીની ભારે ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહયાં હતાં. આ શુભ દિવસે ગણેશજીને ચોકલેટનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. આ દિવસે ભકતજનો ઉપવાસ રાખીને દિવસ દરમિયાન બાપ્પાની વિધિવત પૂજા કરે છે. આમ, શ્રધ્ધાપૂર્વક ગણપતિજીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર મહા મહિનાની શુકલ પક્ષની ચર્તુથી એટલે ભગવાન શિવ અને માતા પાર્વતીના સૌથી નાના બાળક એટલે ગણેશજીનો જન્મદિવસ. પંચાંગ અનુસાર ગણેશજીનો જન્મ મહા માસની શુક્લ ચતુર્થી તિથિએ થયો હતો. ધાર્મિક વિધાનો અનુસાર ગણેશજી પ્રથમ પૂજ્યદેવ છે. આજના દિવસે વિનાયક ચતુર્થીનું પણ વ્રત છે. આ દિવસે ચંદ્ર દર્શન વર્જિત હોય છે. આજે વ્રત રાખી બાપ્પાની વિધિવત પૂજા થાય છે. આ ઉપાસના અને પૂજાથી ગણેશજી ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે. ગણેશ જન્મોત્સવના દિવસે ભદ્રાનો સાયો છે. આને આખો દિવસ પંચક છે.
આ પંચક પણ અશુભ નથી કારણ કે તે રાજ પંચક છે. આનાથી કાર્યોનું શુભ ફળ મળે છે.
દર્ભાવતિ નગરીમાં ભારત ટોકીઝ પાસે આવેલ પૌરાણિક ગણપતિ મંદિરમાં જમણી સૂંઢના ગણપતિ બિરાજમાન છે. આ મંદિરે દરેક ચોથના દિવસે મહા આરતી કરી મહાપ્રસાદી પણ કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં નગરના ભક્તજનો લાભ લે છે આ મંદિરનું સત પણ એટલું જ છે કે, આ મંદિરે ભક્તજનોએ લીધેલી ટેક - બાધા ગણેશજી અચૂક પરિપૂર્ણ થતી હોય છે. જેને કારણે ભકતજનોમાં બાપા પ્રત્યે શ્રદ્ધા જળવાઈ રહે છે. આજના આ દિવસે આ મંદિરે ગણપતિ બાપાના જન્મોત્સવ નિમિત્તે ગણેશજીને ચોકલેટનો અને કેકનો ભોગ - પ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ દર્શનનો લાભ લીધો હતો. છેલ્લા આઠ વર્ષથી આ ગણપતિ મંદિરે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આમ તો આ મંદિરમાં બિરાજમાન જમણી સૂંઢના ગણપતિની મૂર્તિ સર સાયાજી રાવ ગાયકવાડના સમયની અલૌકિક મૂર્તિ છે, જેના દર્શન અને પૂજા અર્ચના કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon