ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, પશુઓ મરી રહ્યા છે સરકાર વધુ રસીના ડોઝ ખરીદશે - At This Time

ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, પશુઓ મરી રહ્યા છે સરકાર વધુ રસીના ડોઝ ખરીદશે


ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર પશુઓમાં જોવા મળી રહયો છે. ત્યારે પશુઓ સામે ખતરા સમાન આ વાયરસ સાબિત થઈ રહ્યો છે. સરકાર પાસે કેટલા પશુઓ મરી રહ્યા છે તેનો કોઈ ડેટા નથી પરંતુ પશુઓ મરી રહ્યા છે એ વાત ખુદ કૃષિ મંત્રીએ પણ જણાવી છે. 10 જેટલા જિલ્લાઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે. 
આજની ગાંધીનગર ખાતેની પ્રેસમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. મૃત્યુનો ચોક્ક્સ આંકડો નથી પરંતુ મૃત્યુ થઈ રહ્યા છે તે વાતની સ્પષ્ટતા તેમને કરી હતી. ત્યારે વહેલામાં વહેલી તકે આ રોગોનો ફેલાવો અટાકવવામાં આવશે. તેવી વાત કૃષિમંત્રીએ કરી હતી. ટૂંક સમયમાં સઘન ઝૂંબેશના ભાગરુપે આ રોગ કાબુમાં આવી જશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રના, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં વાયરસ રોગ ફેલાયો છે તેના અહેવાલ મળી રહ્યા છે. સારવાર માટે આ રોગ અટાકાવવા માટે કામગિરી કરી રહ્યા છીએ. આ રોગનું પ્રમાણ વધતું જાય છે જેથી અમે આજે જ નક્કી કર્યું છે કે, રસીકરણની કામગિરી વધારવામાં આવે.

1962 પશુ સારવારની સેવા યોજના છે તેનો પણ લોકો ઉપયોગ કરે. લમ્પી ડીસીઝને કંટ્રોલ કરવા સમગ્ર ટીમ કામે લાગી છે. 2 લાખ જેટલો રસીનો ડોઝ અત્યારે આ રોગ સામે પશુઓને આપવા માટે છે. તત્કાલિક જરૂર પ્રમાણે જેટલી જરુર હોય એટલો ખરીદવાનો નિર્ણય લીધો છે. પાંજરાપોળ કે જે ગામમાં ફેલાવો થયો હોય તો સાર્વત્રિક રસીકરણ કરી ફેલાતા રોગને અટકાવવા માટેની કામગિરી કરાઈ રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 3 લાખ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, પશુઓેમાં જોવા મળેલા આ રોગની અંદર લક્ષણો દેખાતા તુરંતજ પશુઓની સારવાર કરવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પશુઓમાં તાવ, શરીર પર ચામઠા પડવા જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક પશુ દવાખાનનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઈએ જેથી કરીને આ વાયરસ ફેલાતો અટકાવી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon