પડધરીમાં ડ્રાયવરે એક લાખની સામે દોઢલાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે બોલેરો પડાવી - At This Time

પડધરીમાં ડ્રાયવરે એક લાખની સામે દોઢલાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે બોલેરો પડાવી


પડધરીના ડ્રાઇવરને એક લાખ રૂપિયા દસ ટકા વ્યાજે આપનાર વ્યાજખોરને દોઢ લાખ ચૂકવ્યા છતાં વધુ એક લાખની પઠાણી ઉઘરાણી કરી બોલેરો પીકઅપ પડાવી લેનાર વ્યાજખોર નઇમ મલેક વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

પડધરીના ગીતાનગરમાં રહેતા અને ડ્રાયવિંગનો વ્યવસાય કરતા ધર્મેશભાઈ વિરમભાઈ સોલંકી(ઉ.વ.૨૪)એ નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે પાડોશમાં જ રહેતા નઈમ મલેકનું નામ આપ્યું છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાને પૈસાની જરૂરિયાત ઉભી થતાં ગીતાનગરમાં જ રહેતા નઈમ મલેક પાસેથી એક લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા. જે રકમના વ્યાજ પેટે ફરિયાદી દર મહિને દસ હજાર રૂપિયા ચૂકવતા હતા. દરમિયાન ફરિયાદીએ વ્યાજ પેટે રૂ. ૫૦ હજાર તેમજ મુદ્દલના એલ લાખ એમ કુલ રૂ. ૧.૫૦ લાખ ચૂકવ્યા હતા.

તમામ નાણાં ચૂકવી દીધા છતાં વ્યાજખોર નઈમ મલેક વધુ એક લાખ રૂપિયાની ઉઘરાણી કરતો હતો. ત્યારે પૈસાની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીની માલિકીની બોલેરો પીકઅપ જેના નંબર જીજે-૦૩- બીડબ્લ્યુ-૬૯૨૨ પડાવી લીધી હતી. જે બાદ ફરિયાદીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પડધરી પોલીસે મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વ્યાજખોર નઈમ મલેકની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.