અમરેલી અમરેલી અમરેલીથી ચોટીલા જતા દંપતીને સુરત પાસિંગની કારે અડફેટે લીધું
અમરેલીથી ચોટીલા જતા દપંતીને સુરત પાસિંગની કારે અડફેટે લીધું હતું. બનાવ અંગે પરશોતમભાઇ જયરામભાઇ ઝાલા (ઉ.વ.૬૨)એ આઇ-૨૦ ગાડી રજી.નં.જીજે-૦૫-જે.કે- ૪૦૦૫ ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેના પત્ની લક્ષ્મીબેન મોટર સાયકલ ઉપર અમરેલીથી ચોટીલા મુકામે જતા હતા. તે દરમિયાન આરોપીએ પોતાના હવાલાવાળી આઇ-૨૦ ફોરવ્હીલ રજી.નં.જીજે-૦૫-જે.કે- ૪૦૦૫ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી તેમની મોટર સાયકલની પાછળ ભટકાવી હતી. જેમાં તેઓ પતિ-પત્ની ઘાયલ થયા હતા. અકસમાત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
