ભરૂચ શહેરમાં રાષ્ટ્રીય સ્વંયસેવકના વિજય સંકલ્પ પથ સંચલનમાં રાષ્ટ્ર અને હિન્દૂ સમાજ સમરસતા ભાવના ઉજાગર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e2v8when4er2dg33/" left="-10"]

ભરૂચ શહેરમાં રાષ્ટ્રીય સ્વંયસેવકના વિજય સંકલ્પ પથ સંચલનમાં રાષ્ટ્ર અને હિન્દૂ સમાજ સમરસતા ભાવના ઉજાગર


ભરૂચ શહેરમાં રાષ્ટ્રીય સ્વંયસેવકના વિજય સંકલ્પ પથ સંચલનમાં રાષ્ટ્ર અને હિન્દૂ સમાજ સમરસતા ભાવના ઉજાગર

- શહેરમાં ભારત માતાના જયઘોષ સાથે 3000 થી વધુ તરુણ અને બાળ ત્રણ રૂટ ઉપર સ્વંયસેવકોનું શિષ્ટબદ્ધ પથ સંચલન

- RSS ના શતાબ્દી વર્ષ સુધી આગામી બે વર્ષમાં પ્રત્યેક પરિવારમાં સંઘ, સમાજ, સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધનને લઈ જવાની નેમ

- ભારત માતાને વૈભવ શિખર ઉપર લઈ જવા અને હિન્દૂ ભારતીય સંસ્કૃતિના આદર્શોને ઘર ઘર સુધી પોહચાડવા દુધધારા ડેરી ખાતે સમાપન સમારોહમાં નેમ

હાથમાં ધ્વજ, દંડ, બ્યુગલ, બેન્ડ અને લાઠી સાથે ભરૂચ શહેરમાં જિલ્લા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ત્રણ રૂટ ઉપર 3000 જેટલા સ્વંયસેવકો દ્વારા શિષ્ટબદ્ધ નીકળેલા વિજય સંકલ્પ પથ સંચલનને માં ભોમના જયઘોષ સાથે પુષ્પવર્ષા કરી વધાવી લેવાયો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા “વિજય સંકલ્પ” પથ સંચલન યોજાયું.

“સંઘે શક્તિ કળયુગે ” ના મંત્ર સાથે કર્યું સાર્થક.

2025માં સંઘના થઈ રહયા છે 100 વર્ષ પૂર્ણ દરેક સ્વયં સેવક સુધી પહોંચવાની નેમ.

ઇ.સ. 2025 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષ પૂર્ણ કરશે. આપણુ આ સંગઠન જ એકમાત્ર સંગઠન છે જે આટલી લાંબી મજલ, ઘણા બધા કુઠારાઘાતો સામે પણ ઉત્તરોત્તર પ્રગતિના પંથે અક્ષુણ્ણ અને અડીખમ ઊભું રહયું.

આપણે ખૂબ જ સદભાગી છીએ કે આપણે પ્રત્યક્ષરૂપે આવી દેદીપ્યમાન, અનેરી અને અમૂલ્ય ઘડી સાક્ષીભાવે નિહાળીશું, માણીશું

આવા અદ્વિતીય મંચના નેપથ્યનો પડદો ઉર્ધ્વગતિ પામે એને માટે આપણે પણ સિદ્ધ થવું પડશે. એને અનુલક્ષીને ઘણી બધી સૂચનાઓ, કાર્યક્રમો વિગેરે આવશે. આપણે સર્વેએ પોતાના અમૂલ્ય સમયની ફાળવણી કરવી રહી કેમ કે, त्वदीयाय कार्याय बध्धा कटीयम् । - આ માટેની ઘડી-તક આપણા જિલ્લાએ નિશ્ચિત કરી છે. આપણા જિલ્લાના પ્રત્યેક મંડળ, વસ્તી સુધી સંઘકાર્યને લઇ જવાના શુભ અને વિજયશાળી સંકલ્પ સાથે આપણા જિલ્લાનો “વિજય સંકલ્પ” પથ સંચલનનો કાર્યક્રમ થયો હતો.

આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘ્વારા વિજય સંકલ્પ પથ સંચલન ભરૂચના રાજમાર્ગો પર બે ભાગમાં દૂધધારા ડેરીથી નીકળી નર્મદામૈયા બ્રિજ નીચેથી એક શક્તિનાથ બાજુ અને બીજું ઝાડેશ્વર બાજુ પથ સંચલન ગયું હતું .આ ઘોષ સાથે નીકળેલ વિજય સંકલ્પ પથ સંચલન પરત બ્રિજ નિચેજ એકત્ર થયું હતું અને દૂધધારા ડેરી પર આવ્યું હતું. જિલ્લાના નગરોની વસ્તી અને તાલુકામાં મંડળના ગામોથી કાર્યકર્તાઓ આવ્યા હતા.દિવ્યાંગ બાળકોના ઉદ્ધાર માટે કાર્ય કરતી કલરવ સંસ્થાના સંચાલિકા નીલાબેન મોદી અતિથિ તરીકે આ કાર્યક્રમમાં આવ્યા અને સંઘ દ્વારા સમાજ માટે ચાલતી કુટુંબ પ્રબોધન ગતિવિધિથી કુટુંબ રક્ષણ અને સંયુક્ત કુટુંબનો ભાવ ઉજાગર કર્યો.

કાર્યક્રમના વક્તા સુનિલભાઈ મહેતાએ સંઘની સ્થાપનાનો હેતુ અને સમાજના સંગઠન દ્વારા હિન્દુ સમાજમાં સામાજિક સમરસતા કરી સમાજ ઉત્થાનનું કાર્ય કરવા સમાજને આહવાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]