માળિયા તાલુકાના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ( RBSK)ટીમ ની વર્ષ ૨૦૨૨ દરમ્યાન સરાહનીય કામગીરી
માળિયા તાલુકા મા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK), અંતર્ગત જન્મ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામા આવે છે, તેમજ વર્ષ દરમ્યાન બે વખત શાળા / આંગણાવડી ખાતે જઈ બાળકો ની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે જેમાં બાળકો ને જન્મ જાત ખામીઓ,જેવીકે ફાટેલા હોઠ,અથવા ફાટેલ તાળવું,ક્લબ ફૂટ, હૃદય ની બીમારી વગેરે ગંભીર બીમારીઓ નું શાળા આંગણવાડી ખાતે તથા ગૃહ મુલાકાત, ડિલિવરી પોઇન્ટ મુલાકાત દરમ્યાન સ્ક્રીનીંગ કરી હાયર સેન્ટર ખાતે રિફર કરવા માં આવે છે અને લાભાર્થી ઓ નાં દરેક તબક્કે ફોલો અપ લેવા મા આવે છે, જેમાં ગત વર્ષ માળિયા તાલુકા નાં જન્મ થી ૧૮ વર્ષ સુધીના બાળકો અંદાજિત 35175બાળકો ને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની માળિયા તાલુકાની કુલ ૩ ટીમો દ્વારા તપાસવામાં આવ્યા જેમાં.,
(૧) કલેફ્ટ લિપ/પેલેટ નાં ૩( ત્રણ ) બાળકો, (૨) ક્લબ ફીટ - ૩ (ત્રણ ) બાળકો (૩) જન્મજાત બધિરતા વાળા ૨(બે) બાળકો (૪) જન્મ જાત હૃદય ની બીમારી વાળા ૧૨ (બાર) બાળકો
(૫) જન્મ સમયે મોતિયા - ૧ (એક) બાળક. (૬) ડી.ડી.એચ વાળા ૨(બે) બાળકોને શોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી જે બાળકોને ઓપરેશનની જરૂર હતી તે તમામને નિઃશુલ્ક ઓપરેશન પણ થઈ ગયેલ છે તેમજ કુપોષિત બાળકોને ચોરવાડ ખાતે કાર્યરત સી.એમ.ટી.સી. ખાતે મોકલી જરૂરી સારવાર, ખોરાક, સલાહ આપવામાં આવેલ છે તદુપરાંત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ટીમો દ્વારા બાળકોના પોષણ સબંધી તથા રસીકરણ સબંધી પ્રવૃત્તિઓ પણ યોજવા માં આવે છે , તેવું માળિયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી.ડો.આભા મલ્હોત્રા એ જણાવવા માં આવેલ છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.