કરોડિયામાં પાણી મુદ્દે વકીલ અને તેમની પત્ની પર હુમલો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e2aqexlpzevoii2t/" left="-10"]

કરોડિયામાં પાણી મુદ્દે વકીલ અને તેમની પત્ની પર હુમલો.


કરોડિયા ગામ દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા યુવક ફટાકડા ફોડતો હતો ત્યારે બાજુમાં રહેતા વકીલના ઘરમાં તણખો પડતાં સામાન્ય આગ લાગી હતી . જેથી વકીલે આગ ઓલવવાનો પ્રયાસ કરતાં તેના પર પાણી રેડતાં રોડ પર ગયું હતું . જેને પગલે ફટાકડા ફોડનાર પાડોશી સાથે ઝઘડો થતાં મારામારી થઈ હતી . પાડોશીએ વકીલને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપતાં તેમનાં પત્નીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પાડોશી સામે ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર કરોડિયા ગામમાં આવેલી દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા વકીલ રાહુલ ભટ્ટનો દીકરો ધ્રુવ ગત 23 ઓક્ટોબરના રોજ સાંજના સમયે તેમના મકાનની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો . તેની સાથે પાડોશમાં રહેતા વિનોદસિંહ રાઠોડનો દીકરો સન્ની પણ ફટાકડા ફોડી રહ્યો હતો . દરમિયાન સન્નીએ સૂતળી બોમ્બ ફોડતાં તેનો તણખો રાહુલભાઈના કમ્પાઉન્ડમાં પડ્યો હતો , જેના કારણે છોડવામાં સામાન્ય આગ લાગી હતી . રાહુલભાઈએ આગ બુઝાવવા ત્યાં પાણી રેડતાં તે રોડ પર જતું રહ્યું હતું . જેને કારણે વિનોદસિંહ રાહુલભાઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો . રાત્રીના 9 વાગે વિનોદસિંહ , તેમનો દીકરો સન્ની અને 2 વ્યક્તિઓ રાહુલભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમની પત્ની દક્ષાબેનના વાળ પકડીને તથા રાહુલ ભટ્ટને પણ માર માર્યો હતો . તેમણે વકીલને ધમકી આપી હતી કે , મકાન ખાલીને જતો રહે નહીં તો તારા આખા પરિવારને પતાવી નાખીશ . આ બનાવ અંગે દક્ષાબેન દ્વારા વિનોદસિંહ રાઠોડ , તેના દીકરા સન્ની અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી . પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]