રાજકોટ ઇમીટેશન માર્કેટમાં આવેલ દુકાનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ ઇમીટેશન માર્કેટમાં આવેલ દુકાનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર તા.૩૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB P.S.I વી.ડી.ડોડીયાની ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અમીતભાઇ અગ્રાવત, રાજેશભાઇ જળ, પ્રદિપસિંહ જાડેજા ને મળેલ ચોક્કસ હકીકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને રાજકોટ શહેર જામનગર રોડ ખાતેથી પકડી પાડી, રાજકોટ બી-ડીવીઝન પો.સ્ટે. I.P.C કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના કામે સંતકબીર રોડ ઇમીટેશન માર્કેટમાં આવેલ ડેનીશા સેલ્સ તથા ગણપતી સેલ્સ તથા મીત્તલ જવેલરી નામની 3 દુકાનોમાં એક સાથે થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) નીતેશ શાંતિલાલ ખરાડી ઉ.૨૩ રહે-ફતેપુરા તા.જી.બાંસવાડા રાજસ્થાન (૨) ગણપત ઉર્ફે ગણેશ અભીયાભાઇ ઉર્ફે અબુભાઇ મઇડા ઉ.૨૫ રહે-મુંજકા-ઇશ્વરીયા રોડ પુજા મંડપ સર્વિસના ગોડાઉનમાં રાજકોટ મૂળ રહે-હેરાપાડા સંગ્રોડ પંચાયત, તા.જી.બાંસવાડા રાજસ્થાન. આ કામના આરોપીઓ પાસેથી રૂ.૧૦,૦૦૦ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image