ભાભરમાં SBi બેંક નું ATM તોડવાનો પ્રયાસ કરતો શખ્સ CCTV કેમેરામાં કેદ... - At This Time

ભાભરમાં SBi બેંક નું ATM તોડવાનો પ્રયાસ કરતો શખ્સ CCTV કેમેરામાં કેદ…


બેંક મેનેજર..અગાઉ પણ બે વખત ATM માં ચોરીનો પ્રયાસ કરનાર ઇસમો ને ઝડપ્યા હતા..

ભાભર સુઈગામ હાઇવે જૈન દેરાસર ની સામે આવેલ SBI બેંકના ATM માં ગત ગુરુવારની રાત્રે કોઇ અજાણ્યો શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેણે ATM ને હાથ વડે જોરદાર મુકો મારીને ATM ની સ્ક્રીને નુકસાન પહોંચાડેલ જેની જાણ શાખા પ્રબંધ રાજેશકુમાર ને જાણ થતાં પોલીસ સ્ટેશન ભાભરની મદદ લઈ ધટના સ્થળની તપાસ હાથ ધરી હતી જેમાં CCTV ચેક કરતાં એક શખ્સ પોતાના હાથના જોરે ATM ને નુક્સાન પહોંચાડી ને બહાર નિકળી બાઇક લઇને રવાના થયેલ આ બાબતે ભાભર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશકુમાર દ્વારા જાણ કરવામાં આવેલ પોલીસ CCTV કુટેજ આધારે તપાસ હાથ ધરી છે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.