રાજકોટના બિઝનેસમેન રાખડીને અમદાવાદ-રાજકોટ વચ્ચે સ્વખર્ચે 4 કારમાં ભાઈઓ સુધી વિનામૂલ્યે પહોંચાડે છે
ભાઇ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન..ત્યારે રાજકોટના એક બિઝનેસમેન પાવન પરસાણાએ અનોખી પહેલ હાથ ધરી છે. જ્યાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ સુધી સ્વખર્ચે તે રાખડી પહોંચાડવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે. આ માટે પાવને રાખડી પહોંચાડવા માટે પોતાના ખર્ચે 3થી 4 કાર સ્પેશિયલ મૂકી છે.
રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ તેમના લાડકા ભાઈ સુધી પહોંચાડવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરી છે સાથોસાથ બજારમાંથી રાખડી ખરીદીને પણ તેમના ભાઈ સુધી પહોંચાડી આપે છે. ગુરુવારે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે. બહારગામ કે સાસરે રહેતી બહેનો રૂબરૂ રક્ષાબંધન કરવા નથી પહોંચી શકતી ત્યારે તેઓ સ્નેહનું બંધન રાખડી સ્વરૂપે પોસ્ટ કે કુરિયરમાં કરે છે. આ રાખડી બે કે ત્રણ દિવસે પહોંચતી હોય છે જેના માટે બહેનોને રૂપિયા ચૂકવવા પડતા હોય છે. આથી રાજકોટના પાવન પરસાણા નામના બિઝનેસમેને તેમની કંપનીની 3થી 4 કાર દરરોજ અમદાવાદ અવર-જવર કરે છે. તેમને વિચાર આવ્યો કે આ કારમાં કોઈ પણ બહેન તેમની રાખડી વિનામૂલ્યે પહોંચાડી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.