તલોદ કોર્ટ દ્વારા ચેક રીટન કેસમાં સજા ફરમાવેલ ફરાર આરોપીને રોજડ ચોકડી થી ઝડપી પાડતી તલોદ પોલીસ
તલોદ કોર્ટ દ્વારા ચેક રીટન કેસમાં સજા ફરમાવેલ ફરાર આરોપીને રોજડ ચોકડી થી ઝડપી પાડતી તલોદ પોલીસ
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)
તલોદ કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં સજા ફરમાવેલ ફરાર આરોપી ને તલોદ પોલીસે બાતમી આધારે રોઝડ ચાર રસ્તા પાસે થી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ધનસુરા તાલુકાના અંબાસર ગામના બળવંત સિહ કાનાજી પૂજારા ને નાણાકીય લેવડ દેવડ સંદર્ભે તલોદ કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને 80000 રૃપિયાનુ ફરિયાદી ને વળતર ચુકવવા નો હુકમ કરવામાં આવ્યો હતો હુકમ થતાં જ જેલમાં જવાના ડરથી બળવંતસિહ ફરાર થઈ ગયો હતો. દરમ્યાન તલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ઉમટ ની સૂચના થી તલોદ ડી સ્ટાફ જમાદાર જયપાલ સિંહ અને તેમની ટીમ પોલીસ પેટ્રોલીંગ મા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે તલોદ કોર્ટે સજા કરેલ બળવંતસિહ કાનાજી પૂજારા નામનો ઈસમ રોઝડ ચાર રસ્તા પાસે ઊભો છે બાતમીના આધારે પોલીસે બળવંતસિહ કાનાજી પૂજારા ને રોઝડ ચાર રસ્તા પર થી દબોચી લઈ તલોદ પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેને તલોદ કોર્ટે દ્વારા સજા ફરમાવવામાં આવી હોવાની કબૂલાત કરતાં પોલીસે તલોદ કોર્ટ મા રજુ કરતાં કોર્ટ સજાના અમલ કરાવવા માટે હિઁમતનગર સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.