સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ રાજકોટ ખાતે લોક સેવક શ્રી અનુપમભાઈ દોશી નું નાગરિક અભિવાદન
સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ રાજકોટ ખાતે લોક સેવક શ્રી અનુપમભાઈ દોશી નું નાગરિક અભિવાદન
ભાવનગર શિશુવિહાર બુધસભા અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા તારીખ ૪ ઓગસ્ટ રવિવારે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રાજકોટના મધ્યસ્થખંડમાં સાહિત્ય સેતુ ના સ્થાપક અને લોક સેવક શ્રી અનુપમભાઇ નું નાગરિક અભિવાદન થયું.ભાવનગરના ૨૮ કવિ કવયિત્રી તથા સાહિત્ય સેતુ રાજકોટ ના કવિ સંમેલન પ્રસંગે ભાવનગરના કવિશ્રી ડૉ.નટુભાઈ પંડ્યા જયંતભાઇ હુંબલ પરેશભાઈ ત્રિવેદી જયેશભાઈ ભટ્ટ દર્શનાબેન રાવળ જીજ્ઞાબેન ત્રિવેદી નેહાબેન પુરોહિત વર્ષાબેન જાની વગેરે ભાગ લઈને ઉત્તમ રચનાઓનો પઠન કર્યું હતું.ભાવનગરના સર્જકોની સાથે શ્રી શિશુવિહાર સંસ્થાના મંત્રીશ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ, સભાના સંયોજક શ્રી હીનાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજકોટ સાહિત્ય સભા તથા શિશુવિહાર બુધ સભા દ્વારા કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું.ડોક્ટર ભદ્રાયુ વછરાજાની તેમજ શહેરના જાણીતા સાહિત્ય પ્રેમી ઉદ્યોગપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કવિ સંમેલનમાં રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ શહેરમાં પુસ્તકાલય તથા સાહિત્ય પ્રવૃત્તિ ના વિકાસ માટે ભગીરથ પ્રયાસ કરતા શ્રી અનુપમભાઈ દોશી નટવરભાઈ આહલપરા તથા તેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી યોજેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનગર શિશુવિહાર સંસ્થાના કાર્યકર્તા ડૉ. માનસીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.