ગઢડા સ્વામીના મુકામે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી (GWEDC) અંતર્ગત મહિલાઓને આર્થિક સ્વાવલંબન, સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા મહિલા સિવણ તાલીમ કેન્દ્ર નું શુભ ઉદઘાટન કરાયું. - At This Time

ગઢડા સ્વામીના મુકામે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી (GWEDC) અંતર્ગત મહિલાઓને આર્થિક સ્વાવલંબન, સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા મહિલા સિવણ તાલીમ કેન્દ્ર નું શુભ ઉદઘાટન કરાયું.


ગઢડા આજ રોજ દિનાંક: 29/03/2025, શનિવાર ના રોજ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્ર, ગઢડા સ્વામિના. જિ. બોટાદ મુકામે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (GWEDC) અંતર્ગત મહિલાઓ ના આર્થિક સ્વાવલંબન, સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા ના પ્રકલ્પ સ્વરૂપે મહિલા સિવણ તાલીમ કેંદ્ર નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપરોક્ત શુભ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ તથા બહેનો ને શુભ આશીર્વાદ અર્પણ કરવા કબીર આશ્રમ ગઢડા સ્વામિના. ના મહંતશ્રી 108 ધનદાસ બાપુ તથા શ્રી કાનદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. તદ્ઉપરાંત ધર્મ જાગરણ સમન્વય ના વરિષ્ઠ કાર્યકર્તા મોહનભગત ડવ, ગોપાલક્રિષ્ન શુક્લ, રણજીતભાઈ બોરીચા અને જીજ્ઞેશભાઈ કંડોળિયા તેમજ વિશ્વ હિંદુ પરિષદ પ્રખંડ ના અધ્યક્ષ અર્જુનભાઈ રાજ્યગુરૂ, બજરંગ દળ સંયોજક ભાવેશભાઈ શેફાત્રા સહિત ના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ ઉપસ્થિતિ દર્શાવી ગઢડા સ્વામિના. નગર માં મહિલા કલ્યાણ કેંદ્ર ના વિકાસ અને નારી સ્વાભિમાન અર્થે ઉત્સાહપૂર્ણ રીતે યોગ્ય દિશા સુચન કરી સુંદર વિચારો રજું કરવામાં આવ્યાં હતાં.આ કાર્યક્ર્મ નું સફળ સંચાલન સિવણ કેંદ્ર ના ટ્રેઈનર ભૂમિકાબેન સોલંકી દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ..ચંદ્રકાંત સોલંકી ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image