ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ
*ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ*
૦૦૦
*કલેકટર શ્રી એસ.ડી ધાનાણી ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં જિલ્લામાં સાવચેતીના પગલાં લેવાયા*
૦૦
*પોરબંદર જિલ્લાના તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત: નીચાણવાળા વિસ્તારોમાં ન જવા લોકોને અપીલ*
૦૦૦
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.
પોરબંદર જિલ્લામાં અધિકારીઓને તેમજ કર્મચારીઓને જરૂરી સાવચેતીના પગલાં અને પૂર્વ તૈયારીઓ માટે માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે.
કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં તાલુકા કક્ષાએ પણ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
પોરબંદર કલેક્ટરે કર્મચારીઓને નીચાણવાળા વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવા અને જિલ્લા કંટ્રોલરૂમ ના સંપર્કમાં રહેવા પણ માર્ગદર્શન આપ્યું છે.
પોરબંદર કલેક્ટર, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી અને પોરબંદર એસપીના સંકલનમાં જિલ્લાની ટીમે ખાસ કરીને જો ભારે વરસાદ થાય તો જે તે વિસ્તારમાં લેવાના પગલાં જનજાગૃતિ અંગે તેમજ કરવાની થતી પૂર્વ તૈયારી અંગે પણ આયોજન કર્યું છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા પણ જરૂરી સંકલન કરવામાં આવ્યું છે અને જિલ્લાની ટીમ સ્ટેટ કંટ્રોલ રૂમના સંપર્કમાં છે.
હાલ જન્માષ્ટમીના તહેવારોમાં લોકો પાણીના પોઇન્ટ નીચાણવાળા વિસ્તારો ,ડેમ સાઇટની પણ મુલાકાત લેતા હોય છે આવી સ્થિતિમાં ભારે વરસાદની આગાહી હોય લોકોને જોખમ ન લેવા પણ કલેકટરે અપીલ કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.