વઢવાણના કટુડા ગામે કેનેરા બેન્કના સ્ટાફની કામગીરી મામલે સ્થાનિકો અને ખેડૂતોએ સૂત્રોચાર કરી હોબાળો નોંધાવ્યો. - At This Time

વઢવાણના કટુડા ગામે કેનેરા બેન્કના સ્ટાફની કામગીરી મામલે સ્થાનિકો અને ખેડૂતોએ સૂત્રોચાર કરી હોબાળો નોંધાવ્યો.


સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ગણી ગાંઠીને એકાદ બેંક આવેલી હોય છે આ બેંકમાં આસપાસના ગામોના લોકોના ખાતા ચાલતા હોય છે ત્યારે વઢવાણ તાલુકાના કટુડા ગામે આવેલ કેનરા બેંકના મેનેજર સહિતના સ્ટાફથી પરેશાન ગ્રામજનો ગુરૂવારે બેંક બહાર એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખેડૂતો અને પશુપાલકોના મોટાભાગે બેંકમાં ખાતા હોય છે તેમાં કોઈ એક ગામની બેંક આસપાસના 8થી 10 ગામો વચ્ચે એકમાત્ર બેંક હોય છે ત્યારે આવી જ પરિર્સ્થિતિ વઢવાણ તાલુકાના કટુડા ગામે પણ છે કટુડામાં રાષ્ટ્રીયકૃત એવી કેનરા બેંક આવેલી છે આ બેંકમાં કટુડા ઉપરાંત આસપાસના લટુડા, ભદ્રેશી, પ્રાણગઢ, ચમારજ સહિત 7 ગામોના લોકો ખાતા ધરાવે છે પરંતુ બેંકના મેનેજર સહિતના પરપ્રાંતિય સ્ટાફથી હાલ ગામના લોકો અને ખાસ કરીને ખેડૂતો પરેશાન થઈ ગયા છે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી સહિતની નાની કામગીરીમાં પણ ધક્કા ખવડાવવામાં આવે છે જયારે ખેડૂતો પાક ધીરાણની લોન રિન્યુ કરાવવા જાય તો કલોઝ કરી નાંખવામાં આવે છે અને 3 મહીના બાદ નવી લોન અપાય છે ત્યારે ખેડૂતો ઉછીના પાછીના નાણાં કરીને લોન રિન્યુ કરાવવા જાય તો તેઓના નાણા સલવાઈ જાય છે બીજી તરફ બેંકના અધિકારીઓની બેજવાબદારી ભરી નીતિથી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પણ રદ થઈ ગઈ છે આથી ગ્રામજનોએ ગુરૂવારે બેંક બહાર એકઠા થઈ ભારે હોબાળો કર્યો હતો અને બેંકના મેનેજર સહિતના સ્ટાફની બદલીની માંગ કરી હતી આ અંગે ભદ્રેશી ગામના રણછોડભાઈ પટેલે જણાવ્યુ કે અગાઉ કટુડાની કેનરા બેંકમાં 500થી વધુ ખેડૂતોના ખાતા હતા પરંતુ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓની મનમાનીને લીધે હાલ 300થી વધુ ખેડૂતોએ બેંકમાં ખાતા બંધ કરી અન્યત્ર બેંકોમાં ખોલાવી નાંખ્યા છે જેના લીધે હાલ બેંકમાં માત્ર 200 જ ખાતા રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.