ધોળા જંકશન નજીક નળીયાના નાળા પાસે અજાણ્યો ઇસમ ટ્રેન નીચે કપાયો - At This Time

ધોળા જંકશન નજીક નળીયાના નાળા પાસે અજાણ્યો ઇસમ ટ્રેન નીચે કપાયો


*ધોળા જંકશન નજીક નળીયાના નાળા પાસે અજાણ્યો ઇસમ ટ્રેન નીચે કપાયો*

ધોળા સણોસરા વચ્ચે જાંજમેર નજીક નળીયા ના નાળા પાસે કિમી.૧૨૨/૩ થી ૧૨૨/૬ વચ્ચે ટ્રેન અડફેટે એક અજાણ્યો ઇસમ આશરે ઉમર ૩૦ થી ૩૫ વર્ષનો ટ્રેન અડફેટે અકસ્માતે મરણ ગયેલ જેના શરીરે જમણા હાથના કાંડે લાલ કલરનો દોરો બાંધેલ છે તેમજ ભૂખરા કલરનુ પેન્ટ અને આછા ક્રીમ કલર નો શર્ટ પહેરેલ છે શરીર પર અન્ય કોઈ નિશાન નથી મૃત્યુ પામેલા અજાણી વ્યક્તિનો અત્યાર સુધીમાં કોઈ વાલી વારસ મળી આવેલ નથી મૃત્યુ પામેલા અજાણી વ્યક્તિની લાશને ઉમરાળા પોલીસ દ્વારા ભાવનગર ખાતે કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપેલ છે કોઈ વાલી વારસ મળી આવે તે માટે બહોળી પ્રસિદ્ધ કરવામાં આવે છે કોઈ વાલી વારસ મળી આવે તો ઉમરાળા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે
ઉમરાળા પોલીસ ફોન 02843 235233
તપાસ કરતા અધિકારી મો.9426345194
વધુ તપાસ ઉમરાળા પોલીસના ASI આર.કે.ગોહિલ ચલાવી રહ્યા છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon