નમાઝ પઢવા ચાદર લીધી અને તે જ ચાદરથી ફાંસો ખાઈ સગીરનો આપઘાત
ગોંડલ રોડ પર ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ બાળ અદાલતમાં 17 વર્ષીય સગીર આરોપીએ વ્હેલી સવારે નમાઝ પઢવા લીધેલ ચાદરથી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં પોલીસ, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયાં હતાં અને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો અને મૃતકને જામીન ન મળતા પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના ભાવનગર રહેતાં પરીવારને જાણ કરાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ રોડ પર ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ બાળ અદાલતમાં કેદ પરવેઝ એહસાન અલી (ઉ.વ.17) આજે વ્હેલી સવારે શુક્રવાર હોવાથી ચાર વાગ્યે બાળ અદાલતના પ્રશાસન પાસે નમાઝ પઢવા ચાદર માંગી હતી.
જે રૂમની બારીના સળીયામાં ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પાંચ વાગ્યે ત્યાં જ રહેતા અન્ય બાળ કેદીઓનું ધ્યાન જતાં પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ અધિકારીઓએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે સગીરને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે જાણ થતાં એસીપી ચૌધરી, ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને પંચરોજ કામ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક મૂળ ભાવનગરનો વતની હતો અને અગાઉ મકાન સળગાવવાના અને મારામારીના ગુનામાં સંડોવાતા તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તે જાન્યુઆરી માસથી બાળ અદાલતમાં સજા ભોગવી રહ્યો હતો. બનાવ અંગે મૃતકના ભાવનગર રહેતાં પરિવારને જાણ કરાઈ હતી. પોલીસની તપાસમાં મૃતકને જામીન ન મળતાં હોવાથી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
ગોંડલ રોડ પરની બાળ અદાલતમાં સગીર કેદીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
