જંગલેશ્વરમાં ડ્રગ્સ વેચતી રમાના મકાન પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું, હવે માજિદ ભાણુનું મકાન તોડાશે - At This Time

જંગલેશ્વરમાં ડ્રગ્સ વેચતી રમાના મકાન પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું, હવે માજિદ ભાણુનું મકાન તોડાશે


શહેર પોલીસે 756 અસામાજિક તત્વોનું હિટલિસ્ટ તૈયાર કરી નાખ્યું, યુવાધનને બરબાદ કરનારા સામે સૌ પ્રથમ કાર્યવાહી

પોલીસના ધાડા ઉતરતા જંગલેશ્વરમાં રહેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો, પોલીસ પર હુમલો કરનાર માજિદને મનપાએ નોટિસ ફટકારી

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવા આપેલી સૂચનાને પગલે રાજકોટ પોલીસે 756 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી દીધી છે અને પોલીસે એ યાદીમાં સંડોવાયેલા ગુનેગારો પૈકી કુખ્યાત રમાના જંગલેશ્વરમાં આવેલા મકાન પર બુલડોઝર ફેરવી દેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. શહેરના કુખ્યાત ગુનેગારો સામે આગામી દિવસોમાં ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને ગણતરીની કલાકોમાં જ ભીસ્તીવાડના નામચીન માજિદ ભાણુનું ગેરકાયદે મકાન પણ ધરાશાયી કરી દેવાશે, પોલીસના ગુનેગારો સામેના આકરા વલણને લોકોએ બિરદાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image