માંગરોળ ના લોએજ મુકામે 8મી જૂને પ્રથમ બીજ ઉત્સવ સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન - At This Time

માંગરોળ ના લોએજ મુકામે 8મી જૂને પ્રથમ બીજ ઉત્સવ સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન


માંગરોળ ના લોએજ મુકામે 8મી જૂને પ્રથમ બીજ ઉત્સવ સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન

સ્વઃ પુરીબેન રાણાભાઇ જોટવા પરિવાર ના યજમાન પદે રામાપીર યુવા ગ્રુપ દ્વારા કરાયું ભવ્ય આયોજન

ભજન, ભોજન અને ભક્તિ નો અનોખો ત્રિવેણી સંગમ રચાશે

માંગરોળ

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ની પવિત્ર ભૂમિ એવી લોજપુર (લોએજ ) ગામે રામદેવપીર મહારાજ નો મોટો ભક્ત સમુદાય વસવાટ કરે છે.પાડોશી રહીજ ગામે થી રામદેવપીર મહારાજ ના મંડપ યજ્ઞની દોરી લોએજ ગામે લઇ આવતા મંડપયજ્ઞની ધાર્મિક વિધિ મુજબ આવનાર એક વર્ષ માં તમામ બાર બીજ ઉત્સવ મનાવવા માં આવનાર છે ત્યારે તારીખ 08/06/2024 ને શનિવારના રોજ ગુજરાતી કેલેન્ડર મુજબ બીજ થતી હોવાથી પ્રથમ બીજ ઉત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ બીજ ઉત્સવ માં બપોર બાદ સામૈયા, સાંજે ભોજન પ્રસાદ, રામદેવજી મહારાજ નો પાટોત્સવ અને ભવ્ય લોકડાયરાનું આયોજન પ્રથમ બીજ ના યજમાન એવા લોએજ નિવાસી સ્વઃ પુરીબેન રાણાભાઇ જોટવા પરિવાર અને રામાપીર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ભવ્ય બીજ ઉત્સવ માં યોજાનાર લોકડાયરામાં નામાંકિત કલાકાર પૂજાબા ચૌહાણ અને દિવ્યેશભાઈ જેઠવા પોતાના સુરથી શ્રોતાઓને ડોલાવવાના છે તો તમામ ભક્તજનો અને આસપાસ ના વિસ્તારની ધર્મપ્રેમી જનતા ને પધારવા યજમાન પરીવાર અને રામદેવપીર યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

અહેવાલ કિરીટ જોટવા વડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.