દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌ શાળા ટ્રસ્ટ , દ્વારકા દ્વારા ગૌ વંશની સેવા અને સારવાર અર્થે વિશ્વસ્તરીય ગૌ હોસ્પિટલનું નિર્માણ  હોસ્પિટલનાં ઉદ્ધાટન સમારોહનું તા. 29/01/2023, રવિવારનાં રોજ દ્વારકા ખાતે આયોજન   - At This Time

 દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌ શાળા ટ્રસ્ટ , દ્વારકા દ્વારા ગૌ વંશની સેવા અને સારવાર અર્થે વિશ્વસ્તરીય ગૌ હોસ્પિટલનું નિર્માણ  હોસ્પિટલનાં ઉદ્ધાટન સમારોહનું તા. 29/01/2023, રવિવારનાં રોજ દ્વારકા ખાતે આયોજન  


વિશ્વસ્તરીય ગૌ હોસ્પિટલનું નિર્માણ થયેલ છે. આ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા. 29/01/2023, રવિવારનાં રોજ ભથાણ ચોક, દ્વારકા ખાતે બપોરે 1-30 થી 3-00 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ગૌ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટનની સાથે વલ્લભાચાર્ય મહારાજ સ્થાપીત ૮૪ બેઠકોના દર્શન,  ગૌ પરીક્રમા માર્ગ (૧૦૮ ગાયોના શાસ્ત્રોક્ત નામોના દર્શન સાથે) , ગૌ દર્શન, ગૌ પૂજન તથા ગૌ ગ્રાસ માટે ગૌ પૂજામંડપ , સત્સંગ મંડપ , વેદોક્ત સૂત્રો તથા ગાય અને શ્રીકૃષ્ણ ભગવાનના દિવ્ય ચિત્રોથી સુશોભીત દિવાલ,  તુલાદાનની વ્યવસ્થા , આધ્યાત્મિક ભજનો તથા સ્તોત્ર અને ગૌ ગીતો શ્રવણ માટે વાસળીના સુમધુર સંગીત માટે ઓડીયો સીસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગૌ હોસ્પિટલમાં હાઇફ્રીકવન્સી મેટલ ડીટેકટર દ્વારા ગૌવંશના શરીરમાં રહેલ નાનામાં નાની મેટલની વસ્તુ (સ્ટેપલર પીન) પણ ડીટેકટ કરી શકાશે , ડીજીટલ એકસ રે મશીન દ્વારા ગાયના ફેકચર તથા અન્ય રોગોનું સચોટ નિદાન,  નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ગૌવંશના કોઇપણ પ્રકારના ઓપરેશનની વ્યવસ્થા , ૨૪ કલાક ડોકટર અને સહયોગી ટીમની હાજરી, ડોકટર તથા ગોવાળને રહેવાની ગૌશાળામાં જ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ગૌ હોસ્પિલમાં દરેક ગૌવંશની સારવાર વિના મુલ્યે કરવામાં આવશે. દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા વિવિધ ગૌશાળા યોજનાઓ જેવી કે, ગૌ પાલક યોજના , ગૌ ગ્રાસ યોજના , ગૌ અંતિમ સંસ્કાર યોજના, ગૌ જ્ઞાન વર્ધક શિબિર, તેમજ વિદ્યાર્થીઓ માટે ગૌ જ્ઞાન વર્ધક પરીક્ષાઓ ચલાવવામાં આવે છે.હોસ્પિટલનાં નિર્માણ માટે જલારામ ગૌ શાળા (ભાભર) , દ્વારકા ગૌશાળા કમિટી , માધવ પાંજરાપોળ – સુરજકરાડી , બાલમુકુંદ પાંજરાપોળ-મીઠાપુર, કૃષ્ણ પાંજરાપોળ-ઓખા  , મુરલીધર ગૌશાળા –ભાટિયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.  હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં દરેકને ઉપસ્થિત રહેવા દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌ શાળા ટ્રસ્ટનાં ટ્રસ્ટી રામજીભાઇ મજીઠિયા (મો.9377588011)  , જેન્તીભાઈ પાબારી (મો.9924424499), નરેન્દ્રભાઇ કક્કડ (મો.9825508898), સંજયભાઇ નકુમ (મો.9265108400), શૈલેષભાઈ સોની (મો.9825791120 ), અમિતભાઈ રામાનુજ (મો.9924432711) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon