સામાજિક વનીકરણ વિભાગ રેન્જ જંબુસર દ્વારા બીએપીએસ મંદિર પાટણમાં વન કુટીર નું ખાતમુહુર્ત કરાયું - At This Time

સામાજિક વનીકરણ વિભાગ રેન્જ જંબુસર દ્વારા બીએપીએસ મંદિર પાટણમાં વન કુટીર નું ખાતમુહુર્ત કરાયું


સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ જંબુસર દ્વારા જંબુસર પંથકમાં વખતો વખત વૃક્ષારોપણ,તુલસી છોડ વિતરણ આર એફ ઓ ની મનિષાબેન આહીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા હોય છે.આજરોજ જંબુસર બીએપીએસ મંદિર પટાગણમાં રેન્જ જંબુસર દ્વારા વન કુટીરનું ખાતમુર્હત જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.બીએપીએસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશો નિલય સ્વામી દ્વારા શાસ્ત્રોકત વિધિ મંત્રોચાર સાથે ખાતમુહર્ત વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે આરએફઓ મનિષાબેન આહીર, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,ફોરેસ્ટર કે કેસીધા, વિક્રમસિંહ ચાવડા,બીપીનભાઈ પટેલ ,ડોક્ટર રાઉલજી ,ભુપેન્દ્રભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા.


9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.