3 વર્ષની બાળાનું ઊલટી બાદ મોત ; સપ્તાહમાં શરદી, તાવ, ઝાડા-ઊલટીના 1689 કેસ નોંધાયા - At This Time

3 વર્ષની બાળાનું ઊલટી બાદ મોત ; સપ્તાહમાં શરદી, તાવ, ઝાડા-ઊલટીના 1689 કેસ નોંધાયા


ચિકનગુનિયા, મેલેરિયાના 1-1 અને કમળાના 2 કેસ નોંધાયા

ઉનાળાના આકરા તાપ વચ્ચે રાજકોટમાં વધુને વધુ વકરતો રોગચાળો

ઉનાળાના આકરા તાપ પડી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ચિકનગુનિયા અને મેલેરિયાનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે સિઝનલ રોગચાળો એટલે કે તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઊલટી સહિતની બીમારીઓના 1689 કેસ નોંધાયા છે. બીજીબાજુ મોરબી રોડ પર એક 3 વર્ષની બાળકીનું ઊલટીથી મોત નીપજ્યાનું સિવિલના ચોપડે નોંધાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image