ઘાંટવડ પ્રા.શાળાના ૧૪૯ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
આજ રોજ કોડીનાર તાલુકાની સૌથી જૂની (01/08/1873 )શાળા એટલે ઘાંટવડ કુમાર શાળા જેનો 149 મો જન્મદિવસ ની ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ આ સાથે વાલી સંમેલન યોજવામાં આવેલ જેમાં શાળાના શિક્ષક અને આજ શાળાના પૂર્વ વિદ્યાર્થી જેસિંગભાઇ વાઢેર દ્વારા સરસ શાળા બોલતી હોય તેનો ઓડિયો સ્વરૂપે રજૂ કરી હતી જેમાં શાળાની શાનદાર બાબતો તેમાં રહેલી હતી ,શાળાના બાળકો દ્વારા મહેમાનોના સ્વાગત માટે અને શાળાના જન્મદિન માટે સરસ મજાના અભિનય ગીતો રજૂ કરવામાં આવેલ હતું.આ શાળા ગાયકવાડી સ્ટેટ વખતની શાળા હોય તેની સ્મૃતિઓ હંમેશા અગ્રેસર રહી છે. શાળા દ્વારા કેક કાપીને ઉજવણી કરેલ.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દ્વારા શાળા જન્મદિન અને વાલી સંમેલન અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચનો રજૂ કર્યા હતા. ઉપસ્થિત સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક બાબતો વાલીઓ સમક્ષ રજૂ કરી હતી સાથે ઉપસરપંચ નટવરસિંહ એ પણ વળી જોગ માર્ગદર્શન આપેલ આ શાળાના પૂર્વ આચાર્ય શ્રી નવલશંકર દીક્ષિત સાહેબ દ્વારા પણ પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થી સંદીપ મધુભાઈ દ્વારા શાળાનો ઇતિહાસ રજૂ કરેલ હતો આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગામના 200 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સરપંચશ્રી અબ્દુલભાઈ,ઉપ સરપંચ શ્રી નટવરસિંહ ગામના પૂર્વ આચાર્ય નવલસાહેબ,તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ડાયાભાઇ વાઢેર તેમજ પેટા શાળાના આચાર્ય શ્રી કન્યાશાળા પરમાર અશોકભાઈ, નગડલા આચાર્ય શ્રી મોરી અનિલભાઈ સુગાળા આચાર્યા બેન રમીલાબેન સગડદ સીમ ના આચાર્યા બેન શ્રી જ્યોત્સનાબેન અને એસ.એમ.સી સભ્યો આરોગ્ય વિભાગમાંથી ઇસ્માઇલભાઇ સેલોત અને ગામના વડીલ લોકો હાજર રહ્યા હતા આ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ પૂરી જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેસિંગભાઇ વાઢેર દ્વારા કરવામાં આવેલ અને આભારવિધિ રાહુલભાઇ બારડ દ્વારા કરવામાં આવેલ ખાસ કાર્યક્રમને લાઈવ કરનાર દીવ મીરર ન્યુઝ ચેનલના દિલીપભાઈ બાંભણિયા અને પત્રકાર મિત્ર શ્રી શબ્બીરભાઈ સેલોત ખડે પગે રહ્યા હતા એકંદરે કાર્યક્રમ ખુબજ સફળ આયોજન સાથે પૂર્ણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર
9824884786
9724884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.