૧૦૮ ઈમરજન્સી જેવું જેનું કામ છે તે બરડાના દેગામના સામાજીક કાર્યકર કિશોરભાઈ સુંડાવદરા નો આજે જન્મ દિવસ
ગોસા(ઘેડ)તા.૨૫/૦૧/૨૦૨૫
પોરબંદર ના બરડા વિસ્તારના દેગામ ના સામાજીક અને ૧૦૮ ઈમરજન્સી યુવા કાર્યકર તેમજ જય વચ્છરાજ ટુર્સ અને ટ્રાવેલ્સ ના ઓનર કિશોરભાઈ સુંડાવદરા નો આજે તા. ૨૫ જાન્યુઆરી ના રોજ જન્મ દિવસ છે ત્યારે તેમના ઉપર શુભેચ્છા નો વરસાદ થઈ રહ્યો છે.
પોરબંદર ના દેગામના દરેક સમાજીક કાર્યક્રમમો હંમેશા સતત પ્રવૃતિમય રહેનાર ૧૦૮ ઈમરજન્સી રૂપી ત્વરિત જે કોઈ કામ હોય અને કામ પડે ત્યારે હાજર હોય તેવા થાનગનતા યુવા તરવૈયા કિશોરભાઈ સુંડાદરાનો આજે જન્મ દિવસ છે. ત્યારે ચામુંડા માતાજી મહેર સમાજ દેગામ તેમજ ચામુંડા રાસ મંડળ, સમગ્ર દેગામવાસીઓ તરફથી તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા કિશોરભાઈ ને તેમના જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
માં નવદુર્ગા ચામુંડા માતાજી નાં આશીર્વાદ થી અને ગામના બધાના સાથ સહકાર થી બાર વર્ષ પહેલાં દેગામ મહેર સમાજ બનાવવાની કામગીરી ચાલુ કરેલ ત્યાર થી આજ દિવસ સુધી સમાજ નાં દરેક કામ માં અડીખમ યોદ્ધા તરીકે ઊભો રહેનાર એટલે કિશોરભાઈ
આટલા વર્ષો માં મહેર સમાજ કે ચામુંડા માતાજી નું કોઈ પણ કામ હોય એટલે કિશોરભાઈ ને ફોન કરીયે આં કામ છે.તો તેના મુખે થી એક જ જવાબ હોય કે હા થઈ જશે.તે પોતે પોતાના કામમાં ગમે તેટલો વ્યસ્ત હોય તો પણ આજ દિવસ સુધી તેણે ક્યારેય નાં પાડી નથી.
આવા યુવાનો સારા સામાજિક કાર્ય કરી પોતાના પરિવાર તથા ગામ માટે ખૂબ જ દાખલારૂપ બનતા હોય છે.અને કોઈ પણ વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી સારા કાર્યો કરતા હોય છે તેને ઇશ્વર પણ સારી રીતનો બદલો આપી દેતો જ હોય છે
ટૂંકમાં મહેર સમાજ દેગામ માટે ઇમરજન્સી ૧૦૮ એટલે કિશોરભાઈ સુંડાવદરા અને તેઓના તરફથી હમણાં જે નવા સોપાન,(ગાર્ડન રેસ્ટોરન્ટ )નાં બાંધકામ શરૂઆત કરવામાં આવી રહેલ છે તેમાં માં નવદુર્ગા ચામુંડા માતાજીની કૃપા અવિરત વર્ષે તેવી
મહેર સમાજ દેગામ તરફથી ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે.
મિલનસાર સ્વભાવના અને બહોળું મિત્ર મંડળ ધરાવતા કિશોરભાઈ સુંડાદરા દેગામ ગામના કોઈ પણ સામાજીક, ધાર્મિક,કે નાનામાં નાના માણસોના કામ હોય તો પણ તેઓ નું મહત્વનું યોગદાન રહ્યું છે. ત્યારે આવા દેગામના ૧૦૮ ઈમરજન્સી કામમા આવે એવા કિશોભાઈ ઓડેદરાનો આજે જન્મ દિવસ છે. ત્યારે તેમના મો. ૯૪૨૬૬ ૦૭૮૭૫ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ત્યારે વિરમભાઈ કે. આગઠ ગોસા(ઘેડ) પત્રકાર પરિવાર તરફથી અને એટ ધીસ ટાઈમ ન્યુઝ પરિવાર તરફથી જન્મ દિવસની શુભકામના પાઠવે છે.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
