પરિવારની ગરીબીને કારણે નવાઝુદ્દીને કરી ચોકીદારી?:એક્ટરે અફવા પર આપ્યો જડબાતોબ જવાબ; બોલ્યો, ‘પરિવાર પાસેથી પૈસા લેવા માગતો ન હતો’
એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, લોકો માને છે કે તે ગરીબ પરિવારનો છે. જોકે એવું સહેજ પણ નથી. તે ગરીબ પરિવારમાંથી નથી આવતો પરંતુ તેનો દેખાવ એવો છે કે લોકો તેને ગરીબ માને છે. નવાઝે એમ પણ કહ્યું કે, તેમને ચોકીદારની નોકરી એટલા માટે નથી કરી કારણ કે તે ગરીબ હતો, પરંતુ તે તેના પરિવાર પાસેથી પૈસા માગવા માગતો ન હતો તેથી નોકરી કરી હતી. ઘરેથી પૈસા ન લેવા પડે તેથી ચોકીદારની નોકરી કરી
શુભંકર મિશ્રાને આપેલા ઇન્ટરવ્યૂમાં નવાઝે ચોકીદારની નોકરી કરવાનું સાચું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'મેં ચોકીદારની નોકરી એટલા માટે કરી છે, કારણ કે હું ઘરેથી પૈસા લેવા માગતો ન હતો. ઘરમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યા નહોતી, હું ફક્ત મારા પરિવાર પાસેથી પૈસા માગવા માગતો ન હતો. આ એટલા માટે પણ હતું કારણ કે હું તે લોકોને કહ્યા વગર મારું મનનું ધાર્યું કરતો હતો.' 'માતા-પિતા હંમેશા મને પૈસા આપવા તૈયાર હતાં. તે કહેતાં હતાં-કોઈ તકલીફ હોય તો ખચકાટ વગર પૈસા માગી લેજે.' 'પૈસા માટે નાની ફિલ્મોમાં કામ કરું છું'
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં નવાઝે કહ્યું હતું કે, તેમને નાની ફિલ્મોમાં કામ કરવાનું પસંદ છે, ભલે તેમને બદલામાં ઓછા પૈસા મળે. તેમણે કહ્યું હતું, 'હું નાની ફિલ્મો એટલા માટે કરું છું કારણ કે હું અહીં આવું કરવા આવ્યો છું. હા, ક્યારેક હું મોટી ફિલ્મો પણ કરું છું, તેમાં નાના રોલ પણ કરું છું. જોકે હું પણ આ માત્ર પૈસા માટે કરું છું.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.