નેત્રંગ ના પાંચસીમ ખાતે ખેતરમાં સંતાડેલ દારૂ ઝડપી પાડતી પોલીસ - At This Time

નેત્રંગ ના પાંચસીમ ખાતે ખેતરમાં સંતાડેલ દારૂ ઝડપી પાડતી પોલીસ


હોળી-ધુળેટીના તહેવારને આઠ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. તેવા સંજોગોમાં નેત્રંગ નગર સહિત તાલુકા ભરમાં વિદેશી દારૂનો વેપલો છાનો છપલો કરતા બુટલેગરો ઇગલીશ દારૂનો સ્ટોક કરવા માટે સક્રિય થયા છે. તેવા સંજોગોમાં એલસીબી ભરૂચના પીઆઇ નાઓની સુચના મુજબ, પ્રોહિબિશન-જુગાર ની પ્રવૃતિ અટકાવવા સારૂ દિપકભાઈ દાદુભાઈ તેમજ જયરાજભાઈ ભરતભાઈ નાઓ તેમજ એલસીબી પોલીસનો સ્ટાફ તા.૪ના રોજ । નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળેલ કે પાંચ સીમ ગામે રહેતો તુષાર વિનોદ વસાવા નાઓ વેચવાના ઇરાદે ઇગલીશ દારૂનો જથ્થો લાવી તેના ઘરની પાછળ આવેલ ખેતરમાં સંતાડેલ છે. જે બાતમી હકીકત મુજબ ના ખેતર જઈ તપાસ કરતા જગ્યા ઉપર કોઇ ઇસમ હાજર મળી આવેલ નહીં, ખેતરમાં તપાસ કરાતા વિદેશી દારૂ ની નાની બોટલના બોકક્ષ નંગ ૧૩ મળી આવેલ કુલ બોટલ નંગ ૬૨૫ જેની કુલ કિંમત રૂ.૯૬,૯૬૦/- નો મુદામાલ જપ્ત કરી, બુટલેગર તુષાર વિનોદ વસાવા રહે.પાંચસીમ તા.નેત્રંગ જી, ભરૂચને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ એ (ઈ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image