બોટાદ જિલ્લાના ઇન્ફ્લુએન્સર સાથે વિકાસ સંવાદ કરતા જિલ્લા કલેક્ટર - At This Time

બોટાદ જિલ્લાના ઇન્ફ્લુએન્સર સાથે વિકાસ સંવાદ કરતા જિલ્લા કલેક્ટર


(અસરફ જાંગડ દ્વારા)
વડાપ્રધાનના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં થયેલ ૨૩ વર્ષની વિકાસ ગાથા અંગે કલેક્ટર ડો. જીન્સી રોયએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતા દેશના વડાપ્રધાન એ વર્ષ ૨૦૦૧માં ૦૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધી વિકાસની યાત્રામાં થયેલા અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે ચર્ચા વિચારણા માટે કલેક્ટર ડો. જીન્સી રોયે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રદીપ ચૌહાણ સાથે ચર્ચા વિચારણા કરી હતી,ચર્ચાથી છેલ્લા વર્ષોમાં આવેલા પરિવર્તન અંગે ઉંડાણપૂર્વક જાણકારી લોકો સુધી પહોંચી છે. અને ૨૩ વર્ષમાં થયેલા વિકાસ અંગે પણ છણાવટ કરવામાં આવી હતી. કલેકટર ડો. જીન્સી રોય સાથે વાતચીતમાં પ્રદીપ ચૌહાણ દ્વારા ૨૩ વર્ષમાં પરિવહન, રોડ - રસ્તા અંગે થયેલ ફેરફાર સહિતના વિષયો મુદ્દે સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.