દાહોદમાં વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. દાહોદની આશ્રમ શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા છે. શિક્ષકે આશ્રમમાં ભોજન બનાવવા માટે બોલાવી હતી. શિક્ષકની દાનત ખરાબ થતાં વિદ્યાર્થીની છેડતી કરી હતી. - At This Time

દાહોદમાં વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. દાહોદની આશ્રમ શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા છે. શિક્ષકે આશ્રમમાં ભોજન બનાવવા માટે બોલાવી હતી. શિક્ષકની દાનત ખરાબ થતાં વિદ્યાર્થીની છેડતી કરી હતી.


દાહોદમાં વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. દાહોદની આશ્રમ શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા (Harrasment) કર્યા છે. શિક્ષકે આશ્રમમાં ભોજન બનાવવા માટે બોલાવી હતી. શિક્ષકની દાનત ખરાબ થતાં વિદ્યાર્થીની છેડતી કરી હતી. વિદ્યાર્થીને બૂમાબૂમ કરતા શિક્ષકે વિદ્યાર્થીનીને છોડી દીધી હતી.

દાહોદ પોલીસે સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ગુનો નોંધીને શિક્ષકને જેલભેગો કર્યો છે. પહેલા દાહોદમાં બનેલી ઘટનામાં દાહોદ જિલ્લામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષની સગીરાને તેના પિતા અને પ્રેમીએ જ વાસનાનો શિકાર બનાવી હતી. સગીરા પર પિતા અને પ્રેમીએ દુષ્કર્મ આચરચા આ વિસ્તારમાં ચકચાર સાથે આક્રોશ ફેલાયો છે.દરમિયાન સગીરા ગર્ભવતી બનતા આ ઘટના સામે આવી હતી.આના પગલે લીમડી પોલીસે દુષ્કર્મ અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પહેલા દાહોદમાં ગયા મહિને પહેલાં ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી, જેમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકીની હત્યા કરી હતી. જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે, શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી હતી. આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું.

આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં. પોલીસ સામે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે.દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.