રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૪માં માધ્યમિક શાળા (હાઈસ્કુલ) ના બિલ્ડીંગનું લોકાર્પણ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૪માં માધ્યમિક શાળા (હાઈસ્કુલ) ના બિલ્ડીંગનું લોકાર્પણ.


રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં રૂ.૧૯.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા (હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ તા.૧૨/૧/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૧ કલાકે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યય ઉદયભાઇ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ ડૉ.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડૉ.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે. આ નવનિર્મિત માધ્યમિક શાળા (હાઈસ્કુલ)ના બિલ્ડીંગમાં કુલ-૫૦૮૪ ચો.મી.બિલ્ટઅપ એરિયાનું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૪ ક્લાસરૂમ, ૨ એક્ટીવીટી રૂમ, ૨ સ્ટાફ રૂમ, ૧ એકાઉન્ટ રૂમ, ૧ એડમિનિસ્ટ્રેશન ઓફીસ, ૧ પ્રિન્સીપાલ ઓફીસ, ૧ કાઉન્સેલિંગ રૂમ, ૧ ચિલ્ડ્રન ટોય રૂમ, ૨ ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફ્લોર પર ૧૬ ક્લાસ રૂમ, ૧ ઈ-લાઈબ્રેરી, ૧ કમ્પ્યુટર લેબ, ૩ લેબોરેટરી, ૧ મિટીંગ રૂમ,૨ ટોયલેટ બ્લોક વગેરે જેવી સુવિધા આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ શહેરીજનોને આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.