ઇડર ટાઉન હોલ ખાતે મહા કવિ કાલિદાસ રચિત “અભિજ્ઞાન શાકુન્તલ” નાટક ભજવાયું
*ઇડર ટાઉન હોલ ખાતે મહા કવિ કાલિદાસ રચિત “અભિજ્ઞાન શાકુન્તલ” નાટક ભજવાયું*
*****************
*સંસ્કૃત ભાષાને ઉત્તેજન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ*
*******************
સાબરકાંઠા જિલ્લાના ઇડર ટાઉન હોલ ખાતે મહાકવિ કાલિદાસ રચિત “અભિજ્ઞાન શાકુન્તલ” નાટક ભજવાયું હતું. ગુજરાત સરકારના સંસ્કૃત ભાષાને ઉત્તેજન આપવાના હેતુથી પ્રેરિત થઈ ગુજરાત સરકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સાગર અકાદમી કલા સંસ્થા હિંમતનગર દ્વારા નિર્મિત મહા કવિ કાલિદાસ રચિત એક અવિસ્મરણીય નાટક “અભિજ્ઞાન શાકુન્તલ” ઇડર ટાઉન હોલ ખાતે ભજવાયું હતું.
આ કાર્યક્રમમાં યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીશ્રી હુડા, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવશ્રી પી.જી. પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી જયસિંહ તંવર, સંસ્કાર ભારતીના પ્રમુખ કૈલાસસિંહ તંવર,ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ગુણવંત જોશી,ડો મહેન્દ્ર સોની,મહેશ પંડ્યા, મહેન્દ્ર પ્રજાપતિ, પ્રકાશ વૈદ, વિષ્ણુ વેદ તથા મોટી સંખ્યામાં કલારસિકો ઉપસ્થિત રહી રાજ્ય સરકારના પ્રયાસને બિરદાવ્યો હતો.
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.