” ડભોઈની પ્રસિધ્ધ સંગીત વિધાલયમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો “ - At This Time

” ડભોઈની પ્રસિધ્ધ સંગીત વિધાલયમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ નગરમાં ભારત ટોકીઝ પાસે આવેલ અને વર્ષોથી ડભોઈ નગરમાં નગરનાં બાળકોમાં સંગીત પ્રત્યે રસ - રૂચિ વધે તેવા પ્રયત્નો કરી બાળકોને સંગીતનું શિક્ષણ આપતી આદર્શ કલાનિકેતન મંડળ સંચાલિત ડભોઈની પ્રસિધ્ધ સંગીત વિધાલયમાં આજરોજ વિધાર્થીઓને પ્રમાણપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ ( વકીલ), વડોદરા જિલ્લા કેળવણી મંડળનાં પ્રમુખ અને પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી ડો.બી.જે. બ્રહમભટ્ટ તેમજ મંડળનાં વિવિધ હોદ્દેદારો, શિક્ષકો અને વિધાર્થીઓની ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં વિધાર્થીઓએ સંગીતને લગતાં પોતાનાં વિવિધ પરફોર્મન્સ રજૂ કરી કાર્યકમને યાદગાર બનાવી ચારચાંદ લગાવી દીધાં હતાં. આ કાર્યક્રમ માટે સંગીત વિધાલયના પ્રમુખ અતુલભાઈ શાહ, આચાર્ય જયેશભાઈ શાહ, શિક્ષકો વાસુદેવ ભાઈ ચોકસી, હરેશભાઈ શુકલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યકમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon