પાકિસ્તાન તરફથી આવતું ડ્રોન વિમાન જમ્મુ પાસે બી.એસ.એફે તોડી પાડયું
- શુક્રવારે રાત્રે ૯.૪૦ વાગે બીએસએફે ઝબકતી લાલ લાઇટ જમ્મુના કનઆક વિસ્તારમાં જોતા ફાયર કર્યો : વધુ તપાસ ચાલી રહી છેજમ્મુ, તા. ૨૩શુક્રવારે રાત્રે ૯.૪૦ વાગે BSF ની ટુકડીએ પાસેનાં કનઆક વિસ્તારમાં પાકિસ્તાનથી ભારત તરફ આવતી ઝબુકતી લાલ લાઇટ જોઈ તેની ઉપર ફાયર કરતાં એક ડ્રોન વિમાન તૂટી પડયું હતું. આ વિમાન પાકિસ્તાન તરફથી આપણી આંતર-રાષ્ટ્રીય સરહદ તરફ આવતું દેખાતું હતું.આ માહિતી આપતાં, એક વરિષ્ટ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે તે ઝબકતી લાલ લાઇટ જોઈ અમે તુર્ત જ તેની ઉપર ગોળીબાર કર્યો હતો. આ પછી સતત સાવચેત રહેતાં અમારા ટ્રૂપે વધુ સાવચેતી રાખી છે, અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ પણ શરૃ કરી દીધી છે.આ પૂર્વે પોલીસે લશ્કર-એ-તૈય્યબા (Let) નાં ત્રણ જૂથને ખતમ કર્યાં હતાં, અને તે જૂથના ૭ આતંકીઓની ધરપકડ પણ કરી હતી. તેમની પાસેથી શસ્ત્ર-સરંજામ અને દારૃગોળાનો મોટો જથ્થો પકડાયો હતો. સાથે વિસ્ફોટકો પણ મોટી સંખ્યામાં મળી આવ્યાં હતાં. આ બધું પાકિસ્તાનનાં ડ્રોન વિમાનોએ તેમની ૨૦ સોર્ટીઝ દ્વારા ઉપરથી ફેંકવામાં આવ્યું હતું.એવું પણ જાણવા મળ્યું છે કે Let એ જમ્મુ અને રાજૌરી જિલ્લાઓમાં ત્રણ આતંકી જૂથો રચ્યાં છે. જે કાશ્મીરના સામ્બા કથુઆ અને રાજૌરી જિલ્લાઓમાં સક્રિય છે.આ ઘટનાઓની ટીકા કરતાં નિરીક્ષકો કહે છે કે પાકિસ્તાન પાસે અત્યારે ખાવા ધાનના સાંસાં છે. તેમ છતાં આવી નિષ્ફળ જતી યોજનાઓ પાછળ ખર્ચા કરે જાય છે. તે દર્શાવે છે કે તેની સરકારનો સેનાઓ ઉપર કોઈ કાબુ જ નથી. ઉલટાની વાત તો તે લાગે છે કે સેનાનો સરકાર ઉપર કાબુ છે, સરકાર સેનાઓની કઠપૂતળી સમાન બની રહી છે. સેનાઓના ટોચના અધિકારીઓને આ ફાવી ગયું છે. બહારથી નાગરિક શાસન છે. મૂળમાં સૈનિક શાસન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.